Bharti Airtel: એરટેલે ગ્રાહકો માટે એક નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે, જેને કંપનીએ તેના પ્રીપેડ પોર્ટફોલિયોમાં એડ કર્યો છે.  ભારતી એરટેલનો આ પહેલો પ્લાન છે જેની વેલિડિટી 35 દિવસ છે. આ પ્લાન હવે ભારતી એરટેલની વેબસાઈટ અને મોબાઈલ એપ પર જોઈ શકાય છે, જેથી યુઝર્સ તેને રિચાર્જ કરી શકે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતી એરટેલનો રૂ. 289નો પ્લાન એક નવો પ્રીપેડ પ્લાન છે, જે 35 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને 4GB ડેટા, 300 SMS અને અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા મળે છે. આ સાથે, એરટેલ થેંક્સના વધારાના લાભો પણ સામેલ છે, જેમ કે એપોલો 24x7 સર્કલ, ફ્રી હેલોટ્યુન્સ અને ફ્રી વિંક મ્યુઝિક. આ પ્લાનનો ઉપયોગ કરવા પર દરરોજ 8.25 રૂપિયાનો ખર્ચ થાય છે.


જો તમે આના કરતા પણ વધુ ઈકોનોમી પ્લાન જોવા માંગતા હોવ, જેમાં તમને ઓછા દિવસોની વેલિડિટી મળે, તો તમે રૂ. 199નો પ્લાન જોઈ શકો છો. આ પ્લાનમાં 30 દિવસની વેલિડિટી ઉપલબ્ધ છે. આમા રૂ. 289 પ્લાન એરટેલ થેંક્સ જેવા જ લાભ મળે છે, જ્યાં વપરાશકર્તાઓને 3GB ડેટા, અમર્યાદિત વૉઇસ કૉલિંગ અને 300 SMS મળે છે. આમ છતાં, રૂ. 199ના પ્લાનની દૈનિક કિંમત રૂ. 6.63 છે, જે વાસ્તવમાં રૂ. 289ના પ્લાન કરતાં વધુ સસ્તો છે.


પરંતુ તમને જણાવી દઈએ કે, 199 રૂપિયાના પ્લાનમાં તમને 5Gની સુવિધા નહીં મળે. એરટેલ દેશભરમાં ઝડપથી 5G લોન્ચ કરી રહ્યુ છે અને ગ્રાહકોને અમર્યાદિત 5G ડેટાનો આનંદ માણવાની સુવિધા પણ પૂરી પાડી રહી છે. જો તમે રૂ. 239 અથવા તેનાથી વધુના પ્રીપેડ પ્લાન સાથે રિચાર્જ કરો છો, તો તમે એરટેલ તરફથી અનલીમીટેડ 5G ડેટાનો આનંદ માણી શકો છો.


આ પણ વાંચો:
હિંસાગ્રસ્ત મણિપુરની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહે બોલાવી સર્વદળીય બેઠક
યુવતી સાથે હોટલમાં ઝડપાયા ગુજરાતના ધારાસભ્ય, પતિએ રંગમાં ભંગ પાડ્યો અને થઈ જોવા જેવી

Viral Video: રસ્તા પર યુવતિને બાઇકની ટાંકી પર ઊંધી બેસાડી દિલધડક રોમાન્સ,જોયો કે નહી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube