Airtel એ Jioને આપી ધોબીપછાટ! લોન્ચ કર્યો સૌથી સસ્તો 26 રૂપિયાનો પ્લાન, જાણો શું મળે છે ફાયદા?
Airtel Recharge Plan: એરટેલે એક શાનદાર રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે, જેની કિંમત માત્ર 26 રૂપિયા છે. જી હા.. આ વખતે રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને ઈન્ટરનેટ ઉપયોગ માટે 1.5GB હાઈ સ્પીડ ડેટા મળે છે. આવો જાણીએ એરટેલના આ પ્લાન વિશે વિસ્તારથી વાત કરીએ.
Airtel Launch Rs 26 Recharge Plan: એરટેલ દેશની જાણીતી ટેલીકોમ કંપની છે. Jio બાદ એરટેલ દેશમાં સૌથી મોટો યૂઝર્સ બેસ રાખે છે. ત્યારે હરીફાઈની દુનિયામાં જીઓને ટક્કર આપવા માટે એરટેલે એક શાનદાર રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે, જેની કિંમત માત્ર 26 રૂપિયા છે. આ નવા રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને ઈન્ટરનેટ માટે 1.5 જીબી હાઈ સ્પીડ ડેટા મળે છે. એરટેલે હવે પોતાના લાખો સબ્સક્રાઈબર્સ માટે આ શાનદાર પેક રજૂ કર્યું છે, જે તેમણે ખુબ જ ઓછી કિંમતમાં 1.5 જીબી ડેટાની સાથે ઘણા બેનિફિટ્સ આપે છે. આવો તમને એરટેલના નવા લોન્ચ કરેલા પ્લાન વિશે વિસ્તારથી જણાવીએ.
મોહંમદના સફળતાની કહાની : જન્મથી સાંભળી ન શક્તા મોહંમદે જીદ કરી અને દુનિયા બદલી
Airtel નો 26 રૂપિયાનો રિચાર્જ પ્લાન
1. આ નવા એરટેલ રિચાર્જ પ્લાનની કિંમત 26 રૂપિયા છે અને તેને ડેટા પેક તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે કંપની પહેલાથી જ 22 રૂપિયાનો ડેટા પેક આપે છે, જે યુઝર્સને દરરોજ 1GB ડેટા આપે છે. નવા અને હાલના બંને પ્લાનની વેલિડિટી એક દિવસની છે. આ નવા પ્લાનમાં યુઝર્સને 1.5GB ડેટા મળશે.
અમિતાભ બચ્ચનના પગ પકડી રડવા લાગી હતી કરીના કપૂર, બચ્ચને ખોળામાં બેસાડી કરી હતી શાંત
2. યૂઝર્સને ચાલુ Truly Unlimited પ્લાન સાથે આ એરટેલ પ્લાન પસંદ કરવાનો વિકલ્પ છે. એ ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે કે આ પ્લાનમાં ફ્રી કોલિંગની સુવિધા નથી. એરટેલે આ પ્લાન ખાસ કરીને ઈમરજન્સી ડેટાની જરૂરિયાત ધરાવતા યુઝર્સ માટે રજૂ કર્યો છે.
3. રૂ. 22 અને રૂ. 26ના પ્લાન ઉપરાંત, કંપની 1 દિવસની માન્યતા સાથે અન્ય ડેટા પેક પણ ઓફર કરે છે. તેમાં 2GB ડેટા ઓફર કરનાર રૂ. 33નો પ્લાન અને અનલિમિટેડ ડેટાઓફર કરતો રૂ. 49નો પ્લાન સામેલ છે.
શાહરૂખની એક્ટ્રેસના પતિનું થયું ખતરનાક એક્સિડન્ટ, જીવન-મરણ વચ્ચે અટક્યો શ્વાસ
Airtel ના અન્ય ડેટા પેક
એરટેલ પહેલેથી જ એક્સટેન્ડેટ વેલિડિટીની સાથે ઘણા ડેટા પ્લાન ઓફર કરે છે. કંપનીનો 77 રૂપિયાનો પ્લાન 5GB ડેટા ઓફર કરે છે, જ્યારે 121 રૂપિયાનો પ્લાન 6GB ડેટા ઓફર કરે છે. આ બંને ડેટા પેક યુઝર્સના હાલના પ્લાન સુધી માન્ય છે. એરટેલના રૂ. 979 રિચાર્જ પ્લાનમાં Airtel Xstream Play સેવાનો સમાવેશ થાય છે, જે યૂઝર્સને Sony LIV, Lionsgate Play, Aha, Chaupal, Hoichoi અને SunNxt જેવી ઘણી એપ્સની ઍક્સેસ આપે છે.
111 વર્ષ બાદ રહસ્યમયી કેતુ-સૂર્યનો દુર્લભ સંયોગ, આ રાશિવાળા પર ધનના દેવતાની કૃપા થશે
એપ્લિકેશન સબ્સ્ક્રિપ્શન સાથે યૂઝર્સને ભારતમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ, દૈનિક 2GB ડેટા ભથ્થું (કુલ 168GB), મફત રોમિંગ અને દરરોજ 100 SMSનો આનંદ લઈ શકે છે. આ સિવાય 5G સ્માર્ટફોન ધરાવતા યુઝર્સ અનલિમિટેડ 5G ડેટાનો ઉપયોગ કરી શકે છે.