Airtel 148 Plan: એરટેલનો નવો પ્લાન Jio ની કરી દેશે છુટ્ટી, 148 રૂપિયામાં 15 OTT એપ્સ સાથે મળે છે ઘણું બધું
Airtel Rs 148 Prepaid Plan: ઓછા રિચાર્જના ખર્ચમાં યુઝર્સને સૌથી વધુ ફાયદો કરાવવા માટે એરટેલ અને જીઓ વચ્ચે સતત હરીફાઈ ચાલતી રહે છે. ક્યારેક જીઓ ઓછી કિંમતના પ્લાન રજૂ કરે છે તો ક્યારેક એરટેલ એવા પ્લાન રજૂ કરે છે કે જેના કારણે તેની બોલબાલા વધી જાય. આવો જ એક પ્લાન તાજેતરમાં એરટેલ લોન્ચ કર્યો છે. એરટેલના આ 148 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને એટલા બેનિફિટ મળે છે જેની કલ્પના પણ તેમણે નહીં કરી હોય.

148 રૂપિયાના એરટેલ ના રિચાર્જ પ્લાન માં યુઝર્સને ડેટાની સાથે 15 ઓટીટી એપ્સનું એક્સેસ મળે છે. 15 ઓટીટી એપ્લિકેશન નું એક્સેસ મળે પછી બીજું શું જોઈએ ? Airtel ના આ નવા પ્રિપેડ પ્લાનથી બોલવા લાગી છે.
આ પણ વાંચો
Reliance Jio થી 98 રૂપિયા સસ્તો પ્લાન, મળશે 90GB ડેટા, પ્રાઇમ વીડિયો, હોટસ્ટાર ફ્રી
ભુલથી જો ખોટા બેંક અકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર થઈ જાય તો તુરંત ફોલો કરો આ સ્ટેપ્સ
જો તમે પણ QR કોડથી ચૂકવણી કરો છો તો સાવચેત રહેજો,તમારું બેંક એકાઉન્ટ થઈ શકે છે ખાલી!
Airtel ના 148 રૂપિયાના આ પ્લાનમાં યુઝર્સને 15 જીબી ડેટા મળે છે. આ એક એડઓન પ્લાન છે. એટલે કે airtel યુઝર્સ પ્રિપેડ ની સાથે આ પ્લાન લઈ શકે છે. આ પ્લાન હેઠળ યુઝર્સને તેમના પહેલાના પ્રિપેડ પ્લાનની પણ વેલીડીટી મળે છે.
Airtel ના નવા ડેટા પેક માં ટોકટાઈમ કે એસ.એમ.એસ ના ફાયદા નહીં મળે પરંતુ આ પેક ખાસ કરીને એવા લોકો માટે છે જે ફ્રી એરટેલ એક્સ્ટ્રીમ પ્લેયસ્ટેશન સબસ્ક્રાઇબ વડે 15 ઓટીટી એપ્સ માણવા માંગે છે. આ પેકમાં લોકો તેમની મનપસંદ વેબ સીરીઝ, ફિલ્મ, ટીવી ચેનલ અને લાઈવ ટીવી સહિતના મનોરંજન કંટેટનો આનંદ માણી શકે છે.
એક્સ્ટ્રીમ પ્લે પ્લેટફોર્મ તેના ગ્રાહકોને 15 થી વધુ ઓટીટી પ્લેટફોર્મનું એક્સેસ આપે છે. જેના માધ્યમથી લોકો નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વિડીયો, જીઓ સિનેમા, ઝી5, વુટ, ડિઝની પ્લસ હોટ સ્ટાર, સોની લીવ, અલ્ટ બાલાજી, હંગામા પ્લે, શેમારૂમિ સહિતની એપ્લિકેશનનું એક્સેસ મેળવી શકે છે