Airtel Planning to Hike Price of Prepaid Plans: જો તમે ફોન કોલ્સ અને ડેટા યુઝર્સ માટે એરટેલનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારે જાણવા ખુબ જ જરૂરી છે. એરટેલ યુઝર્સને મોટો ઝટકો લાગી શકે છે. દેશમાં ઘણી બધી ટેલિકોમ કંપનીઓ કામ કરી રહી છે. જે એકથી એક ચઢિયાતા પ્લાન ઓફર કરે છે. ત્યારે તમને જણાવી દઈએ કે, પ્રાઈવેટ ટેલિકોમ કંપની એરટેલ આવનારા સમયમાં તેમના પ્રીપેડ પ્લાન્સની કિંમતમાં વધારો કરી શકે છે અને આ વિશે કંપનીના સીઇઓ ગોપાલ વિઠ્ઠલે આપી છે. આવો જાણીએ આ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે એરટેલનું કાડ યુઝ કરી રહ્યો છો તો તમને જણાવી દઇએ કે, પ્રાઈવેટ ટેલિકોમ કંપની એરટેલ આ વર્ષે તેમના પ્રીપેડ પ્લાનની કિંમત વધારી રહી છે. આ સમાચારને કંપનીના સીઇઓ ગોપાલ વિઠ્ઠલે કન્ફર્મ કર્યા છે. જો કે, હજુ કોઈ તારીખ જાહેર કરી નથી કે તેઓ ક્યારથી પ્રીપેડ પ્લાન્સની કિંમતમાં વધારો કરવાના છે. પ્રીપેડ પ્લાનની કિંમત વધારાને લઇને એરટેલના સીઇઓ ગોપાલ વિઠ્ઠલનું કહેવું છે કે, આ વર્ષે પ્રીપેડ પ્લાન્સની કિંમતમાં વધારો કરવામાં આવશે.


ફરી એકવાર ટોપલેસ થઈ સોફિયા હયાત, કેમેરા સામે દેખાડ્યો સૌથી બોલ્ડ અવતાર


તેમનું કહેવું છે કે, કિંમતમાં આટલો વધારો જરૂરથી કરવામાં આવે કે કંપનીનો એવ્રેજ રેવેન્યુ પર યુઝર એટલે કે એઆરપીયુ 200 રૂપિયા પર સેટ થઈ શકે. ગોપાલ વિઠ્ઠલનું માનવું છે કે, કિંમત વધાર્યા બાદ પ્રીપેડ પ્લાન્સની કિંમત ઘણી ઓછી હશે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, એરટેલ દેશની પહેલી ટેલિકોમ કંપની હતી જેણે નવેમ્બર 2021 માં પ્લાન્સની કિંમતમાં અચનાક વધારો કર્યો હતો.


આફ્રિકાની ટીમ સામે મચાવશે ધમાલ, આ ખેલાડીઓને પહેલી વખત મળશે ટીમ ઇન્ડિયાની ટિકિટ


એરટેલ બાદ રિલાયન્સ જિયો અને વોડાફોન આઇડિયાએ તેમના પ્લાન્સની કિંમતમાં વધારો કર્યો હતો. હવે ફરી એકવાર એરટેલ સૌથી પહેલા તેના પ્રીપેડ પ્લાન્સની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube