`મુકેશ કાકા` માટે Airtelનો આ પ્લાન બન્યો માથાનો દુ:ખાવો! Jio ને ભોયભેગું કરવા કમર કસી
આજે અમે તમને Airtel નો એક એવા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છે, જેમાં 365 દિવસ એટલે કે આખું વર્ષની વેલિડિટી મળે છે. તેના સિવાય અનલિમિટેડ કોલિંગ અને થોડો ડેટા પણ મળે છે. આવો જાણીએ આ પ્લાન વિશે...
Airtel New 365 Days Recharge Plan: દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની રિલાયંસ જિયોની પાસે ઘણા સસ્તા પ્રિપેડ પ્લાન્સ છે. કિંમત વધાર્યા બાદ પણ જિયોની પાસે સૌથી વધુ સબ્સક્રાઈબર્સ છે. એના પછી એરટેલનો નંબર આવે છે. તમને જણાવી દઈએ કે એરટેલની પાસે પણ ધાકડ પ્લાન્સ છે, જે ઘણા પોપુલર છે. આજે અમે તમને એવા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છે, જેમાં 365 દિવસ એટલે કે આખા વર્ષની વેલિડિટી મળે છે. તેના સિવાય અનલિમિટેડ કોલિંગ અને ડેટા પણ મળે છે. ચલો જાણીએ આ પ્લાન વિશે...
Airtel’s Rs 1,999 plan
જો તમે વર્ષભર માટે એક સસ્તો પ્લાન શોધી રહ્યો છો તો એરટેલનો 1999 રૂપિયાવાળો પ્લાન ખુબ જ સરસ છે. આ પ્લાનમાં તમને આખા વર્ષ માટે એટલે કે 365 દિવસો માટે કોઈ પણ નેટવર્ક પર મફત અને કોઈ પણ જાતની સમય મર્યાદા વગર કોલ કરવા મળશે. સાથે તમને રોજના 100 મફત એસએમએસ પણ મળશે.
મળશે 24જીબી ડેટા
જો તમારે ખુબ વધુ ડેટા જોઈએ તો આ પ્લાન તમને નિરાશ કરી શકે છે. આ પ્લાનમાં આખા વર્ષ માટે માત્ર 24જીબી ડેટા જ મળે છે, એટલે કે દર મહિને માત્ર 2જીબી હાઈસ્પીડ ડેટા. ત્યારબાદ જો તમે વધુ ડેટાનો ઉપયોગ કરો છો તો તમારે 50 પૈસા પ્રતિ MBનો ચાર્જ આપવાનો રહેશે.
શું મળશે બેનિફિટ્સ?
આ પ્લાનની સાથે તમને Airtel Xstream Play પર મફતમાં ટીવી શો, મૂવીઝ અને લાઈવ ચેનેલ્સ જોવા મળશે. જોકે, તમને Airtel Xstream Play નું પ્રીમિયમ સબ્સક્રિપ્શન નહીં મળે. આ પ્લાનની સાથે તમને Wynk Music નું પણ મફત સબ્સક્રિપ્શન મળશે. જો તમારે વર્ષ ભર માટે એક પ્લાન જોઈએ જેમાં તમને થોડો ઘણો ડેટા અને અમુક મનોરંજનના ઓપ્શન મળે, તો એટટેલનો 1999 રૂપિયાવાળો પ્લાન તમારા માટે ખુબ જ શાનદાર છે.