Airtel 1 year Validity Plan: જો તમે પણ એરટેલ યૂઝર હોવ અને એવો કોઈ પ્લાન ખરીદવા માંગતા હોવ જેમાં તમારે દર મહિને રિચાર્જ કરાવવું ન પડે, તમને ઓછા પૈસામાં આખા વર્ષની વેલિડિટી મળી જાય, તો અમે તમને એક એવા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જેના વિશે જાણીને તમને મજા પડશે. એરટેલનો સૌથી સસ્તો 1799 રૂપિયાનો આ વાર્ષિક રિચાર્જ  પ્લાન છે. આ પ્લાન એવા ગ્રાહકો માટે એકદમ બેસ્ટ છે જેમની પાસે એરટેલનું બીજુ સીમ છે અને તેમણે આખુ વર્ષ પોતાના સીમને એક્ટિવ રાખવું છે. આ 1799 રૂપિયાનો પ્લાન ઢગલો ફાયદા સાથે આવે છે. આ પ્લાનનો ખર્ચ મહિને 200 રૂપિયાથી પણ ઓછો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો આ પ્લાનના ડેઈલી ખર્ચ વિશે વાત કરવામાં આવે તો તે 5 રૂપિયાથી પણ ઓછું છે. એટલે કે 5 રૂપિયાના દૈનિક ખર્ચમાં તમને સીમ એક્ટિવ રાખી શકો છો. પ્લાનના ફાયદા વિશે જાણીએ. એરટેલનો 19799 રૂપિયાનો વાર્ષિક પ્લાન છે. 1799 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકને 365 દિવસ સુધી વિલિડિટી મળે છે. આ પ્લાનના ફાયદાની વાત કરીએ તો તેમાં ગ્રાહકોને વાર્ષિક 3600 એસએમએસ ફ્રી મળશે. એરટેલના પ્લાનમાં ગ્રાહકોને ફ્રી અનલિમિટેડ વોઈસ કોલ મળશે. આ પ્લાનની વેલિડિટી એક વર્ષ એટલે કે 365 દિવસની રહેશે.


જિયો યૂઝર્સ માટે ખુશખબર, 'છોટા પેક બડા ધમાકા' જેવી જબરદસ્ત ઓફર, ડેટાનું ટેન્શન ખતમ!


તમારા નામ પર તો નથી એકથી વધારે સીમકાર્ડ, આ રીતે કરો બ્લોક


તમારું લોકેશન, પ્રાઈવર્સી બધુ જ થઈ રહ્યું છે ટ્રેક? જાણો ફોન ટ્રેકિંગથી બચવાની રીત 


એક વર્ષમાં તમને 24જીબી ડેટા મળશે. ડેટા પૂરો થયા બાદ તમારે ડેટા માટે ડેટા પ્લાનવાળું ટોપ અપ રિચાર્જ કરાવવું પડશે. જો તમારે ફક્ત સીમ એક્ટિવ રાખવું હોય અને ડેટાની જરૂર ન હોય તો તમારે ડેટા રિચાર્જની જરૂર નહીં રહે. આ ઉપરાંત આ પ્લાનમાં Free Hellotunes, Wynk Music વગેરે ફ્રી સબસ્ક્રિપ્શન પણ ગ્રાહકોને મળશે. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube