નવી દિલ્હી: એરટેલ (Airtel) એ થોડા દિવસો પહેલા તેના પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. હવે એરટેલે ચોરી-છૂપે રીતે સૌથી મજબૂત પ્લાન રજૂ કર્યો છે. એરટેલે (Airtel) રૂ. 666નો અદ્ભુત પ્લાન રજૂ કર્યો છે, જે વધુ વેલિડિટી અને અમર્યાદિત કૉલિંગ સુવિધા આપે છે. બેનિફિટ્સના મામલે Reliance Jio ના રૂ. 666ના પ્લાનની સામે એરટેલનો આ પ્લાન શાનદાર જોવા મળે છે. આ પ્લાન એવા યુઝર્સ માટે ઉત્તમ છે જેઓ 600 થી 700ના પ્લાનમાં બધું જ મેળવવા માગે છે. આવો જાણીએ એરટેલના 666 રૂપિયાના પ્લાન વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરટેલનો 666 રૂપિયાવાળો પ્લાન
ટેલિકોમટૉક (telecomtalk) ના સમાચાર અનુસાર, એરટેલ (Airtel) 77 દિવસની સર્વિસ વેલિડિટી સાથે 666 રૂપિયાનો પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. તેથી તે સામાન્ય 84 દિવસની યોજના નથી, પરંતુ તે 56 દિવસની યોજના જેટલી ટૂંકી પણ નથી. આ પ્લાન સાથે યૂજર્સને એરટેલ થેંક્સની સાથે 1.5GB ડેલી ડેટા, અનલિમિટેડ વોઇસ કૉલિંગ અને 100 SMS/ પ્રતિ દિવસ મળે છે. વધારાના લાભો વિશે વાત કરીએ તો, Airtel Thanks લાભોમાં એક મહિના માટે Amazon Prime Video Mobile Editionનું મફત સબ્સ્ક્રિપ્શન, ત્રણ મહિના માટે Apollo 24/7 સર્કલ, શો એકેડમી, FASTag લેણદેણ પર 100 રૂપિયા કેશબેક, મફત HelloTunes અને Wink Music નો સમાવેશ થાય છે.

નવા વર્ષથી બદલાઇ જશે પેમેન્ટની રીત, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ યૂઝર્સ જરૂર કરી લે આ કામ


Jio નો 666 રૂપિયાનો પ્લાન
તુલના કરવામાં આવે તો વેલિડિટીના મામલે જિયોનો 666 રૂપિયાવાળો પ્લાન વધુ સારો લાગે છે. Jio ના આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી ઉપલબ્ધ છે. આ સિવાય આમાં દરરોજ 1.5GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 SMS મળશે. વધારાના ફાયદાઓમાં Jio એપ્સની ઍક્સેસ ઉપલબ્ધ છે. તે જ સમયે એરટેલના પ્લાનમાં વધુ ફાયદા છે.

જેની હથેળીમાં હોય છે આ 3 નિશાન, જીવનભર રહે છે અથાગ ધન-સંપત્તિના માલિક


વોડાફોન-આઇડિયાનો 666 રૂપિયાવાળો પ્લાન
Vodafone-Idea ના રૂ. 666ના પ્લાનમાં 77 દિવસની વેલિડિટી ઉપલબ્ધ છે. તેમાં દરરોજ 1.5GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 SMS દરરોજ મળશે. યૂજર્સને બિંજ ઓલ નાઈટ, વીકએન્ડ ડેટા રોલઓવર અને ડેટા ડિલાઈટ ઓફર પણ પ્રદાન કરે છે. વધારાના ફાયદાઓમાં પણ એરટેલનો પ્લાન શ્રેષ્ઠ સાબિત થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube