કોણ છે Airtel ની `તારા`! જે હવાથી પહોંચાડશે ઈન્ટરનેટ, મોબાઇલ ટાવર અને સેટેલાઇટની ઝંઝટ ખતમ
ભારતીય એરટેલ (Bharti Airtel)એક નવી ઈન્ટરનેટ ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે, જેને તારા નામ આપવામાં આવ્યું છે. આ ગૂગલ પેરેન્ટ કંપની આલ્ફાબેટની ઈન્ટરનેટ ટેક્નોલોજી છે અને તેમાં લેજરબીમનો ઉપયોગ કરવામાં આવે છે.
નવી દિલ્હીઃ ભારતીય એરટેલ એક નવી ઈન્ટરનેટ ટેક્નોલોજી પર કામ કરી રહી છે. તે ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટની ઈન્ટરનેટ ટેક્નોલોજી છે, જેમાં તાર વગર ઈન્ટરનેટ પહોંચાડવામાં આવે છે. તેમાં લેજરબીમનો ઉપયોગ કરવામાં આવે છે. તેની મદદથી અંતરિયાળ વિસ્તાર સુધી 4G અને 5G ઈન્ટરનેટ સુધી પહોંચાડવામાં આવે છે. એરટેલ તરફથી તેને તારા નામ આપવામાં આવ્યું છે.
શું છે લેજરબીમ ટેક્નોલોજી
લેજર બીમ ટેક્નોલોજીને ભારતમાં લાગૂ કરવા માટે કંપની ટેસ્ટિંગ ફેઝમાંથી પસાર થઈ રહી છે, જેને ભારતમાં જલ્દી લોન્ચ કરી શકાય છે. એક રિપોર્ટ પ્રમાણે ભારતીય એરટેલ ટેલિકોમ કંપનીના સુનીલ મિત્તલ આ ટેક્નોલોજીના ઉપયોગને લઈને વધુ કોન્ફિડેન્ટ નથી.
આ પણ વાંચોઃ જિયોની ધમાકેદાર ઓફર, માત્ર 895 રૂપિયામાં 336 દિવસની વેલિડિટી, ડેટા અને કોલિંગ ફ્રી
લાઇટબીમ ટેક્નોલોજી
આ ટેક્નોલોજીની મદદથી તાર વગર લેજરબીમની મદદથી મોબાઈલ ટાવરના મુકાબલે વધુ દૂર સુધી ઈન્ટરનેટ પહોંચાડી શકાશે. આ એક ફાસ્ટ સ્પીડ ઈન્ટરનેટ ટેક્નોલોજી હશે. તેમાં મહત્તમ 20Gbps ની હાઈ સ્પીડ મળે છે. આ એક સસ્તી વાયરલેટ ઈન્ટરનેટ કનેક્ટિવિટી છે. તારા લેજર બીમ ઈન્ટરનેટ ટેક્નોલોજીને કેલિફોર્નિયા સ્થિત આલ્ફાબેટ ઇનોવેશન લેવ, જેને એક્સ બોલાવવામાં આવે છે તેણે વિકસિત કરી છે. એરટેલ ટેસ્ટ કરી રહ્યું છે કે લેજર બીમ ટેક્નોલોજી ખરાબ હવામાનમાં કેવું કામ કરશે.
હવાથી પહોંચશે ઈન્ટરનેટ
આ ટેક્નોલોજીમાં લેજર લાઇટ મતલબ પ્રકાશની મદદથી હવામાં ઈન્ટરનેટને એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવશે. આ ખૂબ જ સાંકડી અને દૃશ્યમાન બીમ હશે. કંપનીનો દાવો છે કે એરટેલના 5G નેટવર્કના વિસ્તરણમાં તારા ટેક્નોલોજી મહત્વની ભૂમિકા ભજવશે. એરટેલ ગૂગલની મદદથી આ ટેક્નોલોજીનું ટેસ્ટિંગ કરી રહી છે. આ પાયલોટ પ્રોજેક્ટ ચાર વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube