નવી દિલ્હીઃ Airtel vs Vodafone Idea (Vi) Prepaid Plans: તમે ડેટા અને એક લાંબી વેલિડિટી વાળા રીચાર્જ પ્લાનની શોધમાં છો અને તે પણ ઓછા ખર્ચમાં તો આ અમારા સમાચાર ખાસ તમારી માટે છે. અમે આજે તમને 1500 રૂપિયાથી ઓછામાં મળનાર Airtel અને Vi ના કેટલાક એવા પ્લાન્સ વિશે જાણકારી આપીશું જે આ પ્રાઇઝ રેન્જમાં તમને 365 દિવસની વેલિડિટી ઓફર કરશે. આવો જાણીએ આ પ્લાનની કિંમત અને તેની સાથે મળનાર બેનિફિટ્સ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vodafone Idea 1499 Plan
1500 રૂપિયાથી ઓછા ખર્ચમાં આ પ્લાન એક વર્ષની લાંબી વેલિડિટી પ્રદાન કરે છે, આ પ્લાનમાં Vi યૂઝર્સને 365 દિવસની વેલિડિટી સાથે 24જીબી ડેટા, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા અને 3600 SMS આપવામાં આવે છે. અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો વીઆઈ મૂવીઝ એન્ટ ટીવીનું ફ્રી એક્સેસ પણ તમને આ પ્લાન સાથે મળી જશે. તેનો મતલબ આ પ્લાનમાં દરરોજ 4.106 રૂપિયાનો ખર્ચ આવે છે. 


આ પણ વાંચોઃ TikTok ભારતમાં થઈ શકે છે Relaunch, Bytedance એ ભર્યું આ નવું પગલું


Airtel 1498 Plan
આ Airtel Plan ની સાથે ડેટા ભલે ઓછો છે પરંતુ પ્લાન એક વર્ષની વેલિડિટી ઓફર કરે છે. આ પ્લાનમાં માત્ર 24 જીબી ડેટા મળે છે, સાથે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ (ફ્રી) કોલિંગ અને 3600 એસએમએસ ઓફર કરવામાં આવે છે. દરરોજ આ પ્લાન માટે 4.101 રૂપિયા ખર્ચ આવે છે. 


અન્ય બેનિફિટ્સઃ Vi Plan માં તો યૂઝર્સને માત્ર એક બેનિફિટ મલે છે પરંતુ આ  Airtel Prepaid Plan ની સાથે પૂરા છ બેનિફિટ્સ આપવામાં આવે છે જેમ કે ફ્રી હેલોટ્યૂન, Airtel Xstream Premium, વિંક મ્યૂઝિક, 1 વર્ષ માટે Shaw Academyનો ફ્રી ઓનલાઇન કોર્ષ અને FasTag ખરીદવા પર 100 રૂપિયા કેશબેક પણ મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube