Airtel vs Vodafone vs Jio: આ છે સૌથી સસ્તા રિચાર્જ પ્લાન, તમે કોને પસંદ કરશો?
થોડા સમય પહેલા Jio છોડીને તમામ ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકો માટે નવો નિયમ લાગુ કર્યો હતો. જેના અનુસાર, ટેલિકોમ યુઝર્સને પોતાના નંબરને એક્ટિવેટ રાખવા માટે એક મિનીમમ રિચાર્જ કરવાનું હોય છે. હકીકતમાં, જિયોના આ્વયા બાદ મોટી સંખ્યામાં યુઝર્સને Jioને પ્રાઈમરી સીમ બનાવ્યું હતું અને Airtel તથા Vodafone આઈડિયાના નંબરે સેકન્ડરી નંબરની જેમ યુઝ કરી રહ્યા હતા. ટેલિકોમ કંપનીઓનું કહેવું છે કે, આ નિર્ણયને પગલે તેઓને નુકશાન વેઠવુ પડી રહ્યું હતું. જેને પગલે એરટેલ, વોડાફોન, આઈડિયાના ગ્રાહકોને મિનીમમ રિચાર્જ પ્લાનથી રિચાર્જ કરવું જરૂરી થઈ ગયું છે. આ મિનીમમ રિચાર્જ પ્લાન (Recharge Plans 2019) વેલિડિટીને આગળ વધારે છે અને નંબર ડિએક્ટિવેટ નથી થતો.
નવી દિલ્હી :થોડા સમય પહેલા Jio છોડીને તમામ ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકો માટે નવો નિયમ લાગુ કર્યો હતો. જેના અનુસાર, ટેલિકોમ યુઝર્સને પોતાના નંબરને એક્ટિવેટ રાખવા માટે એક મિનીમમ રિચાર્જ કરવાનું હોય છે. હકીકતમાં, જિયોના આ્વયા બાદ મોટી સંખ્યામાં યુઝર્સને Jioને પ્રાઈમરી સીમ બનાવ્યું હતું અને Airtel તથા Vodafone આઈડિયાના નંબરે સેકન્ડરી નંબરની જેમ યુઝ કરી રહ્યા હતા. ટેલિકોમ કંપનીઓનું કહેવું છે કે, આ નિર્ણયને પગલે તેઓને નુકશાન વેઠવુ પડી રહ્યું હતું. જેને પગલે એરટેલ, વોડાફોન, આઈડિયાના ગ્રાહકોને મિનીમમ રિચાર્જ પ્લાનથી રિચાર્જ કરવું જરૂરી થઈ ગયું છે. આ મિનીમમ રિચાર્જ પ્લાન (Recharge Plans 2019) વેલિડિટીને આગળ વધારે છે અને નંબર ડિએક્ટિવેટ નથી થતો.
આજે સંકષ્ટી ચતુર્થી પર પહેલા કરો આ કામ, સફળતા તમારા પગ પાસે આવીને ઉભી રહેશે
જો તમે ઓછામાં ઓછી કિંમતના વેલિડિટી એસ્ટેંડર પ્લાન શોધી રહ્યા છે, તો આજે અમે તમને એરટેલ, વોડાફોન અને જિયોના વેલિડિટી એક્સેન્ડર પ્લાન બતાવીશું. જેનાથી તમે ઓછા રૂપિયામાં સરળતાથી રિચાર્જ કરી શકો છો.
એરટેલનો મિનીમમ રિચાર્જ પ્લાન
Airtel નો મિનીમમ રિચાર્જ પ્લાન 23 રૂપિયા (Airtel Recharge Plan)માં આવે છે. આ પ્લાન વેલિડિટીને 28 દિવસ માટે આગળ વધારે છે. તેમાં કોઈ પણ પ્રકારનો ટોકટાઈમ અને ડેટા બેનિફીટ નથી મળતો. આ પ્લાન માત્ર તમારા નંબરને ડિએક્ટિવેશનથી બચાવે છે.
અમદાવાદનો વિચિત્ર કિસ્સો : રમતરમતમાં ભાઈએ એરગનનું ટ્રીગર દબાવતા જ બહેનના શરીરમાં ઘૂસી ગયો છરો
વોડાફોનનું મિનીમમ રિચાર્જ પ્લાન
Vodafone નો મિનીમમ રિચાર્જ પ્લાન 35 રૂપિયા (Vodafone Recharge Plan) નો આવે છે. તેમાં સારી વાત એ છે કે, યુઝર્સને વેલિડિટી એક્સટેન્શનને 28 દિવસો માટે આગળ વધારી દેવાયો છે. તેમાં યુઝર્સને 26 રૂપિયાનો ટોકટાઈમ મળે છે. સાથે જ તેમાં 100MB ડેટા પણ મળે છે.
જિયોનો મિનીમમ રિચાર્જ પ્લાન
જિયોનો પ્લાન સૌથી મોંઘો છે. પરંતુ તેમાં સૌથી સારા બેનિફીટ (Jio Recharge Plan) છે. આ પ્લાનની કિંમત 98 રૂપિયા છે અને તેમાં યુઝર્સને 28 દિવસની વેલિડિટી મળે છે. સાથે જ તેમાં 2GB ડેટા પણ મળે છે. પરંતુ આ પ્લાનમાં કોઈ પ્રકારનો ટોકટાઈમ બેનિફીટ મળતો નથી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube