Airtel Recharge Plan: એરટેલ દેશની જાણીતી ટેલિકોમ કંપની છે. દેશભરમાં એરટેલના કરોડો યુઝર્સ છે. થોડા સમય પહેલા એરટેલે પોતાના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો. પોતાના પોર્ટફોલિયોને અપડેટ કરતી વખતે કંપનીએ પોતાના રિચાર્જ પ્લાનને મોંઘા કરી દીધા હતા. એરટેલ તેના યૂઝર્સને અલગ અલગ કિંમતના સેગમેન્ટમાં ઘણા ટેરિફ પ્લાન ઓફર કરે છે, જે વિવિધ લાભો સાથે આવે છે. આ લાભ વેલિડિટી, ડેટા અને અન્ય સુવિધાઓના આધારે અલગ અલગ હોય છે. જો તમે એરટેલ યુઝર છો અને સમગ્ર પરિવાર માટે પ્લાન શોધી રહ્યા છો, તો ચિંતા કરશો નહીં. ચાલો તમને એરટેલના ફેમિલી પ્લાન વિશે જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્લાનનો ફાયદો
એરટેલે પોતાના યુઝર્સ માટે એક એવો પ્લાન બહાર પાડ્યો છે જે સમગ્ર પરિવારને ખુશ કરશે. માત્ર 1199 રૂપિયામાં તમે તમારા પરિવાર માટે ચાર મોબાઈલ નંબર મેળવી શકો છો. આનો અર્થ એ છે કે એક રિચાર્જ સાથે ચાર લોકો ફોનનો ઉપયોગ કરવાનો આનંદ માણશે. આ પ્લાનમાં ઘણા ફાયદા છે. આ પ્લાનમાં યુઝર્સને દર મહિને 190GB ડેટા મળશે, જેમાં 100GB ડેટા પ્રાથમિક કનેક્શન અને 30-30 GB ડેટા બાકીના ત્રણ કનેક્શનને આપવામાં આવશે. આ ડેટાને 200GB રોલઓવર સુવિધા સાથે પણ વધારી શકાય છે. એટલે કે તમે ઇચ્છો તેટલું ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો.


પ્લાનમાં મળનાર અન્ય સુવિધાઓ
તેના સિવાય યૂઝર્સને આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. એટલે કે તમે કોઈ લિમિટ વગર કોઈ પણ નંબર પર વાત કરી શકો છો અને દરરોજ 100 SMS પણ મોકલી શકો છો. આ પ્લાનમાં વધુ મજેદાર ચીજો છે. તમારે 5 મહીના સુધી Amazon Prime અને એક વર્ષ સુધી Disney+ Hotstar ફ્રી મળશે. સાથે, Airtel Xstream અને Wynk Music નો પુરી મઝા લઈ શકો છો.


ફેમિલી પ્લાન
આનો અર્થ એ છે કે તમે માત્ર વાત કરી શકશો નહીં, ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો પરંતુ મૂવી, ગીતો અને ઘણું બધું માણી શકશો. આ બધું કોઈપણ ચાર્જ વગર ઉપલબ્ધ થશે. જો તમે તમારા પરિવાર માટે સારો પ્લાન શોધી રહ્યા હતા, તો એરટેલનો આ પ્લાન તમારા માટે ખૂબ જ સારો વિકલ્પ બની શકે છે.