નવી દિલ્હી: જાપાની બ્રાંડ AIWA એ ભારતમાં ફરી એન્ટ્રી મારી છે અને કંપનીએ HD ટીવી જેમ કે ફૂલ HD, OLED અને 4K ટીવી પરથી પડદો ઉઠાવ્યો છે. કંપનીએ આ ટીવીની શરૂઆતી કિંમત 7999 રૂપિયા હશે અને 2 લાખ રૂપિયા સુધી જશે. કંપનીનું માનવું છે કે પ્રાઇસિંગ અને ક્વોલિટીના મામલે LG, Samsung, MI, Toshiba, HCL જેવી કંપનીઓને આકરી ટક્કર આપ્શે. 15 ઓગસ્ટથી આ ટીવી અમેઝોન પર ઉપલબ્ધ થશે. આ ઉપરાંત સિલેક્ટેડ ઓફલાઇન સ્ટોર્સ પર પણ મળશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tata Harrier માલિકો માટે ખુશખબરી, લગાવી શકશે Sunroof, 7 સીટર પણ થશે લોન્ચ


આ ટીવી 70 ટકા મેડ ઇન ઇન્ડીયા છે. કંપનીના ડાયરેક્ટર મનમીત ચૌધરીએ ઝી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં કહ્યું હતું કે ધીરે ધીરે લોકલાઇઝેશન વધુ વધારવામાં આવશે. આગામી ત્રણ વર્ષોમાં કંપનીનો લક્ષ્ય 10-15 ટકા માર્કેટ શેર પર છે.