ઝી બ્યૂરો, અમદાવાદઃ વર્ષ 2021ની શરૂઆત થઈ ગઈ છે જેની સાથે જ વ્હોટ્સએપે પોતાના યુઝર્સને વર્ષની શરૂઆતમાં જ સૌથી મોટો ઝટકો આપી દિધો છે જી હા. આ ઝટકો છે પ્રાઈવસી પોલિસીનો.આ પ્રાઈવસી પોલિસસી અંતર્ગત વ્હોટ્સએપનો ડેટા ફેસબુક સાથે પણ શેર કરવામાં આવશે. વ્હોટ્સએપની આ પોલિસીના કારણે કેટલાક યુઝર્સે તો 2021થી વ્હોટ્સએપ ના વાપરવાના પણ પ્રણ લઈ લીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


પરંતુ એક બાજુ વ્હોટ્સએપની પ્રાઈવસી પોલિસીના કારણે નિંદા થઈ, તો બીજી બાજુ અન્ય એક મેસેજિંગ એપ સિગ્નલના વખાણ પણ થયા. આ વખાણ કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં પણ ટેસલા કંપનીના CEO એલન મસ્કે કર્યા છે. એલન મસ્કે સિગ્નલ એપ વિશે એક ટ્વીટ કર્યું જેના પછી સિગ્નલ એપના ભાગ્ય ખુલી ગયા. હાલ સિગ્નલ એપ ટોપ ટ્રેન્ડિંગમાં છે. તો ચાલો જાણીએ સિગ્નલ એપ વિશે. વ્હોટ્સએપ પોતાની પ્રાઈવસી પોલિસીના કારણે વિવાદમાં છે તેવામાં જો સિગ્નલ એપની વાત કરીએ તો આ એપની ટેગલાઈન જ ‘Say Hello to Privacy’ છે. વ્હોટ્સએપમાં સર્વિસ એન્ડ ટૂ એન્ડ ઈન્ક્રિપ્ટેડ હોય છે. જોકે હકિકત એ છે કે એન્ડ ટૂ એન્ડ ઈન્ક્રિપ્ટેડ સર્વિસનો પ્રોટોકોલ વ્હોટ્સએપ, સિગ્નલ એપનો જ વાપરે છે. પરંતુ સિગ્નલ એપ ફેસબૂકની માલિકીની નથી. 


શું છે સિગ્નલ એપ? કોણે તૈયાર કરી? 
સિગ્નલ એપ એક મેસેજિંગ એપ છે જે એપલની પ્રોડકટ્સ જેમકે આઈફોન, આઈપેડ, એન્ડ્રોઈડ ડિવાઈસ, વિન્ડોઝ, મેક તેમજ લિનક્સ પર ઉપ્લબ્ધ છે. આ એપને સિગ્નલ ફાઉન્ડેશન અને સિગ્નલ મેસેન્જર એલ. એલ. સીએ વિક્સિત કરી છે. આ કંપની એક નોન પ્રોફિટ કંપની છે. આ એપને મોક્સી માર્લીનસ્પાઈકે તૈયાર કરી છે. તેઓ એક અમેરિકન ક્રિપ્ટોગ્રાફર છે અને હાલ સિગ્નલ મેસેન્જરના CEO છે. સિગ્નલ ફાઉન્ડેશનને વ્હોટ્સએપના કો-ફાઉન્ડર બ્રાયન એક્ટોન તેમજ માર્લિનસ્પાઈકે તૈયાર કર્યું છે. એક્ટોને વ્હોટ્સએપને 2017માં છોડ્યું હતું અને ત્યાર પછી લગભગ 50 મિલિયન ડોલરને સિગ્નલને વિક્સિત કરવા માટે રોકાણ પણ કર્યું હતું. 



શું આ એપમાં કોઈ પેમેન્ટ કરવુ પડે છે? 
આ એપ સંપૂર્ણ ફ્રી છે. અન્ય મેસેજિંગ એપની જેમ સિગ્નલમાં મેસેજ, ઓડિયો તેમજ વીડિયો કોલ, ફોટોસ, વીડિયો અને લિંકને શેર કરી શકાય છે. એટલુ જ નહીં પણ થોડાક સમય પહેલા જ ગ્રુપ વીડિયો કોલનું ઓપ્શન પણ હવે ઉપ્લબ્ધ છે. સિગ્નલ પર એક સાથે 150 લોકોનું ગ્રુપ પણ બનાવી શકાય છે. પરંતુ ગ્રુપ તૈયાર કરવા પર લોકો જાતેજ ગ્રુપમાં એડ નથી થઈ જતા. મેમ્બર્સને ગ્રુપ માટેની ઈનવાઈટ લિંક મોકલવામાં આવે છે. લિંકને સ્વીકાર્યા પછી જ ગ્રુપમાં જોઈન થઈ શકાય છે. 


વ્હોટ્સએપની જેમ સિગ્નલ એપમાં પણ વ્યક્તિગત લોકોને મેસેજ કરી શકાય છે. મેસેજને ડિલીટ કરવો હોય તો ડિલીટ ફોર એવરીવન કરીને ડિલીટ કરી શકાય છે. સિગ્નલ એપ પર મેસેજને ગાયબ, એટલે કે ડિસઅપીયરીંગ મેસેજ ફીચર પણ આપવામાં આવ્યું છે. જેમાં યુઝર્સ 5 સેકન્ડથી લઈને 1 અઠવાડિયા સુધીનો સમય નક્કી કરી શકે છે. આ બધા જ ફીચર્સની સાથે સિગ્નલ એપનું પ્રાધાન્ય પ્રાઈવસી પોલિસી પર તો છે જ. એપને વાપરવામાં કમસેકમ ડેટાનો વપરાશ થાય છે અને ફીચર્સની ગુણવત્તા સાથે બિલકુલ ચેડા કરવામાં નથી આવતા. 


શાઓમીનો મિડ-રેન્જ 5G સ્માર્ટફોન લોન્ચ, જાણો REDMI NOTE 9Tની તમામ જાણકારી


શું સિગ્નલ એપને લેપટોપ કે આઈપેડમાં યુઝ કરી શકાય છે? 
જી હા. સિગ્નલ એપને આઈપેડ કે પછી લેપટોપમાં વાપરી શકાય છે. તે અકાઉન્ટને કોઈ પણ ફોન સાથે લિંક કરવાનો રહેશે. આના માટે પણ એપના ડેવલપર્સે એક વાતનું વિશેષ ધ્યાન રાખ્યું છે. સિગ્નલ એપને લેપટોપ કે પછી આઈપેડ જેવા કોઈ પણ ડિવાઈસ સાથે લિંક કરશો તો તેમા ફોનની ચેટ હિસ્ટ્રી નહી જોઈ શકાય. એટલે કે ચેટ હિસ્ટ્રી ફોનમાં જ સુરક્ષિત રહેશે, તેને ફોન સિવાય અન્ય ડિવાઈસ પર નહીં જોઈ શકાય. 


શું સિગ્નલ એપનીચેટ્સનું બેકઅપ ગુગલ ડ્રાઈવ કે આઈક્લાઉડ પર લઈ શકાય છે? 
ના. વ્હોટ્સએપની જેમ સિગ્નલ એપ પર આ શક્ય નથી. જો ભૂલથી પણ તમારો ફોન ખોવાઈ ગયો અને નવા ફોનમાં ફરી સેટઅપ કર્યું તો પહેલાની તમામ હિસ્ટ્રી આપને પાછી નહીં મળી શકે. તમે સિગ્નલ એપનો તમામ ડેટા એક ફોનમાંથી બીજા ફોનમાં ટ્રાન્સફર કરી શક્શો પરંતુ બેકઅપનું ઓપશન નથી આપવામાં આવ્યું. 



કેવા છે સિગ્નલના પ્રાઈવસી ફીચર્સ? 
સિગ્નલમાં અનેક પ્રાઈવસી ફોકસ્ડ ફીચર્સ છે. જેમાંથી એક છે રીલે કોલ્સ. આ ફીચરમાં ફોન કોલ્સ સિગ્નલ સર્વરથી આવે છે જેના કારણે ફોનના IP એડ્રેસની જાણ નથી થતી. પરંતુ  ફીચર વાપરવામાં ફોન કોલ્સની ગુણવત્તા પર જરૂર અસર પડે છે. 


મેસેજિંગ માટે પણ અન્ય એપની જેમ ફીચર્સ આપ્યા છે. રીડ રીસીપન્ટ્સનું એક ફીચર છે જે અંતર્ગત મેસેજ વાંચનાર નક્કી કરી શકે છે કે તે મેસેજ મોકલનારને જાણ કરી શકે કે તેણે મેસેજ વાંચી લીધો છે. વ્હોટ્સએપમાં બ્લૂ ટિક ઓપશન છે એજ ફીચરને સિગ્નલ એપમાં પણ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ ટાઈપિંગ ઈન્ડિકેટરને પણ ઓન ઓફ કરવા માટે ઓપ્શન આપ્યું છે. વ્હોટ્સએપ પર ઓનલાઈનનું એક ફીચર છે જેનાથી સામેવાળા વ્યક્તિને જાણ થઈ જાય છે કે તમે હાલ એપને યુઝ કરો છો. તે ઓપ્શન સિગ્નલ એપમાં નથી. 


સિગ્નલ એપ પર કોઈ પણ વેબસાઈટની લિંક પ્રિવ્યૂને બંધ રાખવાનું ઓપ્શન ઉપલબ્ધ આપે છે. એટલું જ નહીં પણ અકાઉન્ટને સેફ રાખવા માટે સિક્યોરિટી પીનનું પણ ઓપ્શન આપે છે. આપને આ પીન જરૂરથી યાદ રાખવો પડશે. પીન ભૂલી ગયા તો તે રિકવર નહીં થઈ શકે. પીન ભૂલી જવાથી આપ અકાઉન્ટ પરથી એક્સેસ પણ ગુમાવી શકો છો. સિગ્નલ એપ પર સ્ક્રિન લોક ફીચર પણ છે, જ્યાં ટચ આઈડી, ફેસ આઈડી તેમજ iOS  ડિવાઈસનો પાસકોડ પણ સેટ કરી શકાય છે. જોકે ઈનકમિંગ કોલ્સ અને મેસેજને સ્ક્રિન લોક દરમિયાન પણ જવાબ આપી શકાય છે. 


WhatsApp યુઝર્સ છો તો જાણીલો આ માહિતી નહીં તો Account થઈ જશે Delete


સિગ્નલ એપ કયા ડેટાનો ઉપયોગ કરે છે? 
એપલના એપ સ્ટોરમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે. આ એપને વાપરવા માટે માત્ર એક ફોન નંબરની માહિતી માગવામાં આવે છે. સિગ્નલની પ્રાઈવસી પોલિસી પ્રમાણે આ એપને ક્યારેય કોઈ સેન્સિટીવ ડેટાને સ્ટોર કરવા માટે તૈયાર નથી કરવામાં આવી. 


એપમાં કેટલીક ટેક્નીકલ માહિતી પણ સ્ટોર કરવામાં આવી છે. જેમા ઓથેન્ટિકેશન ટોકન્સ, કીઝ, પુશ ટોકન્સ, અન્ય મટીરિયલ પણ છે. કંપનીના જણાવ્યા અનુસાર આ સર્વિસને ઓપરેટ કરવા માટે જેટલી ટેક્નિકલ માહિતીની જરૂર પડે છે એટલી જ માહિતી લેવામાં આવે છે. સિગ્નલ કોઈ પણ માહિતી પોતાના સર્વર પર સ્ટોર નથી કરતું. પરંતુ સેન્ડર કે રીસિવરમાંથી કોઈ પણ એક ફોન હાલ સર્વિસમાં ના હોય એટલે કે સ્વીચ્ડ ઓફ હોય કે નેટવર્કની બહાર હોય તેવા સમયે પોતાના સર્વર પર ડેટા લે છે. યુઝર્સની તમામ હિસ્ટ્રી પોતાના ડિવાઈસમાં જ સ્ટોર થાય છે. સિગ્નલ એપમાં એક વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે ક્યારેક કેટલીક સર્વિસ માટે માહિતી થર્ડ પાર્ટી એપ્સને આપે છે. જેમકે યુટ્યૂબ, સ્પોટીફાઈ, ગીફી. આ તમામ એપ્સને  ટર્મ અન્ડ કન્ડીશન્સની સાથે માહિતી શેર કરે છે. સાથે જ એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે યુઝર્સના ડેટાને ક્યાંય પણ વેચવામાં નથી આવતો. 


શું કોઈ બિઝનેસ અકાઉન્ટ સિગ્નલનો કોન્ટેક્ટ કરી શકે 
સિગ્નલ એપને ડાઈરેક્ટ કોમ્યુનિકેશન માટે તૈયાર કરવામાં આવી છે. કોઈ પણ જાતના ઉદ્યોગ માટે કોઈ બિઝનેસ અકાઉન્ટની સુવિધા વ્હોટ્સએપની જેમ નથી આપવામાં આવી. પણ કોઈ ઉદ્યોગ માટે એક રેગ્યુલર યુઝર અકાઉન્ટ બનાવી શકે  છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube