નવી દિલ્લીઃ મોબાઈલ એસેસરીઝ અને લાઈફસ્ટાઈલ કંપની AMANI માર્ટે આજે તેની AMANI ASP PB 20C પાવર બેંક લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ પાવરબેંક 20,000mAh સાથે આવે છે અને તેના 2 USB પોર્ટ એકસાથે 2 ડિવાઈસને ચાર્જ કરી શકે છે. તેની કોમ્પેક્ટ અને એલિગેન્ટ ડિઝાઇન હાઈ ચાર્જિંગ કેપેસિટી સુવિધામાં ઉમેરો કરે છે. AMANI ASP PB 20C એ શ્રેષ્ઠ ગુણવત્તાની અલ્ટ્રા-કોમ્પેક્ટ પાવર બેંક છે જે શોર્ટ સર્કિટ, ઓવર-વોલ્ટેજ, ઓવર-કરંટ, ઓવર-ચાર્જ, ઓવર-ડિસ્ચાર્જ અને ઓવર-હીટિંગને કારણે થતા નુકસાન સામે સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે. AMANI ASP PB 20C Power Bank Price in India- AMANI ASP PB 20C પાવરબેંકની કિંમત 2499 રૂપિયા રાખવામાં આવી છે. આ પાવરબેંક ભારતભરમાં www.amanimart.com અને ડીલરો પાસેથી ખરીદી શકાય છે. AMANI ASP PB 20C પાવર બેંક ફોનને ત્રણ વાર સંપૂર્ણ ચાર્જ કરશે- પાવર બેંક સ્માર્ટફોનને ત્રણ વખત અને આઈપેડને એકવાર ફુલ ચાર્જ કરી શકે છે. પાવર બેંક 4 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે. આ પાવર બેંક મોબાઈલ ફોન, mp3 પ્લેયર્સ, બ્લૂટૂથ હેડફોન, ડિજિટલ કેમેરા વગેરે જેવા લગભગ તમામ ડિજિટલ પ્રોડક્ટ્સને ચાર્જ કરવા સક્ષમ છે. આ પાવરબેંક ફાયરપ્રુફ અને તદ્દન સ્લીમ છે. A-ગ્રેડ લિથિયમ-આયન બેટરી અને ABS બોડી અને તેની મજબૂત ડિઝાઈન તેને આઉટડોર પ્રવૃત્તિઓ દરમિયાન લઈ જવાનું સરળ બનાવે છે. AMANI ASP PB 20C પાવર બેંક વિશે મહત્વની બાબતો- પાવર બેંક અનેક અદ્યતન સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે, જે દરેક સમયે મહત્તમ વપરાશકર્તા અને ઉપકરણની સુરક્ષાની ખાતરી આપે છે. પાવર બેંકને સંપૂર્ણ ચાર્જ થવામાં 3થી 4 કલાકનો સમય લાગે છે. તે ટાઈપ C ચાર્જિંગ ઈનપુટ: DC 5V-2.0A, માઈક્રો USB ઈનપુટ: DC 5V-2.0A, ચાર્જિંગ આઉટપુટ: DC 5V-2.0A (IQ), અને ટુ (ટાઇપ A) પાવર આઉટપુટ સ્લોટ જેવી સુવિધાઓ સાથે આવે છે. . ડિવાઈસ 1 યુનિટ પાવર બેંક, USB કેબલ, યુઝર મેન્યુઅલ અને વોરંટી કાર્ડ સાથે આવે છે.