ચિંતાજનક વાત! આ કંપનીના ફોનનો કેમેરો તમારા કપડાંની આરપાર જોઈ શકે, જાણો કેવી રીતે
કંપનીએ એક એવો મોબાઈલ બનાવ્યો છે જેના કેમેરાથી કપડાંની આરપાર જોઈ શકાય. પરંતુ આવો મોબાઈલ બનાવ્યો જ શું કામ જે કપડાંની આરપાર જોઈ શકે. જાણીને તમે પણ ચોંકી જશો.
નવી દિલ્હી: OnePlus કંપનીએ એક એવો મોબાઈલ બનાવ્યો છે જેના કેમેરાથી કપડાંની આરપાર જોઈ શકાય. પરંતુ આવો મોબાઈલ બનાવ્યો જ શું કામ જે કપડાંની આરપાર જોઈ શકે. જાણીને તમે પણ ચોંકી જશો. વાત જાણે એમ છે કે OnePlus 8 Pro ના સેલને બૂસ્ટ કરવા માટે તેના કેમેરામાં એક અસાધારણ ફીચર નાખવામાં આવ્યું જે ઈન્ફ્રારેડ લાઈટનો ઉપયોગ કરતું હતું.
આ કેમેરાથી કપડાંની આરપાર જોઈ શકાય!
ધ સનમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ તેના કારણે સમસ્યા ત્યારે ઊભી થઈ જ્યારે આ ડિવાઈસના કેમેરાએ કપડાંની આરપાર જોવાનું શરૂ કરી દીધુ તો લોકોની પ્રાઈવસી જોખમમાં આવી ગઈ. હકીકતમાં કંપનીએ આ ફોનના કેમેરાને કપડાં ઉપર ટેસ્ટ કરીને જોયો નહતો. પરંતુ જ્યારે લોકોએ તેને સ્વીકાર કરવાની ના પાડી દીધી તો કંપનીએ નવા અપડેટ દ્વારા ફોનમાંથી આ ફીચર હટાવી લીધુ.
મોબાઈલ કંપનીએ માફી માંગવી પડી
અત્રે જણાવવાનું કે ફોનમાં આવા ફીચર માટે Shenzhen Company એ ચીનના સોશિયલ મીડિયા એપ Weibo પર એક નિવેદન બહાર પાડીને માફી પણ માંગી હતી. હકીકતમાં અનેક યૂઝર્સે આ ફોનથી એવા ફોટા ખેંચીને સોશીયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા જેમાં તેમના કપડાંની આરપાર જોઈ શકાતું હતું.
કેમેરા કેવી રીતે જોઈ શકે છે કપડાંની આરપાર?
નોંધનીય છે કે OnePlus 8 Pro નો કેમેરો ઈન્ફ્રારેડ લાઈટનો ઉપયોગ કરતો હતો અને પ્લાસ્ટિક અને અન્ય વસ્તુઓની આરપાર જોઈ શકતો હતો.
અત્રે જણાવવાનું કે OnePlus 8 Pro માં ફોટોક્રોમ લેન્સ સહિત 4 Rear કેમેરા હતા. તેનું ફિલ્ટર ઈન્ફ્રારેડ લાઈટનો ઉપયોગ કરીને ફોટાને યૂનિક કલર આપતો હતો. OnePlus 8 Pro ના કેમેરાની આ ખાસિયત પર સૌથી પહેલા ધ્યાન અમેરિકામાં અપાયું. અમેરિકાના બેન ગેસ્કિન (Ben Geskin) એ તેનો ખુલાસો કર્યો. તેમણે OnePlus 8 Pro ના કેમેરાથી એક વીડિયો રેકોર્ડ કરીને પોસ્ટ કર્યો. આ વીડિયોમાં Apple TV સેટ ટોપ બોક્સની આરપાર જોઈ શકાતું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube