આજથી શરૂ થયો Diwali Special સેલ, Amazon પર બંપર ડિસ્કાઉન્ટ સાથે કરો ખરીદી
અમેઝોનના આ દિવાળી સ્પેશિયલ સેલમાં તમે હોમ અને કિચન પ્રોડક્ટ પર 70% સુધીની છુટ લઇ શકો છો. તેમાં Prestige, Bombay Dyeing, Pigeon, Homecentre જેવી બ્રાંડ પર શાનદાર ડીલ મળશે.
નવી દિલ્હી: ઓનલાઇન શોપિંગ વેબસાઇટ અમેઝોન (Amazon.in) પર 21 ઓક્ટોબરથી શરૂ થઇ દિવાળી સ્પેશિયલ (Diwali Special) સેલમાં ઘણી આકર્ષક ઓફર મળી રહી છે. દિવાળી સેલમાં તમે 25 ઓક્ટોબર રાત્રે 11:59 સુધી શોપિંગ કરી શકો છો. આ ઓફરમાં તમને સ્માર્ટફોન, લેપટોપ, કેમેરા, મોટા ડિવાઇસ અને TV, હોમ એન્ડ કિચન પ્રોડક્શન, ફેશન બ્રાન્ડ પર એટ્રેક્ટિવ ડીલ્સ અને ઓફર લઇ શકશો.
સાથે જ ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ એક્સાઇટિંગ એક્સચેંજ ઓફર, નો કોસ્ટ ઇએમઆઇનો ફાયદો લઇ શકશો. સ્માર્ટફોનની મોટી-મોટી બ્રાંડ- એપ્પલ, શાઓમી, વનપ્લસ, સેમસંગ, વીવો, ઓનર અને ઘણી બીજી બ્રાંડ શાનદાર ઓફર આપશે. OnePlus 7T, Samsung M30s અને Vivo U10 પર અમેઝોનની સ્પેશિયલ ઓફર મળશે. OnePlus 7T સીરીઝ 37,999 રૂપિયાથી શરૂ થઇ જશે. નવો રેડમી નોટ 8 સીરીઝનો સ્માર્ટફોન 9,999 થી શરૂ થશે.
ટેકનોલોજી : 108MP કેમેરા સાથે આવશે Xiaomi Mi CC9 Pro, જાણો શું હશે ખાસ
હોમ અને કિચન પ્રોડક્ટ પર જોરદાર છૂટ
અમેઝોનના આ દિવાળી સ્પેશિયલ સેલમાં તમે હોમ અને કિચન પ્રોડક્ટ પર 70% સુધીની છુટ લઇ શકો છો. તેમાં Prestige, Bombay Dyeing, Pigeon, Homecentre જેવી બ્રાંડ પર શાનદાર ડીલ મળશે. આ ઉપરાંત દરરોજની જરૂરિયાતનો સામાન પણ ખૂબ સસ્તા ભાવે ખરીદી શકશો. અમેઝોનના અનુસાર આ ફેસ્ટિવલ સીઝનમાં સસ્તામાં સામાન ખરીદી કરવાનો આ અંતિમ મોકો હશે.
આગામી મહિને લોન્ચ થશે ફોલ્ડેબલ Motorola Razr, કંપનીએ કર્યો ઇશારો
કાર્ડ વડે કરી શકશો એક્સટ્રા ડિસ્કાઉન્ટ
જોકે તમે આ સેલમાં એક્સિસ બેંક, સિટી બેંકના ડેબિત કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ અને રૂપે કાર્ડ વડે શોપિંગ કરી શકો છો તો તમે 10 ટકાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ લઇ શકો છો. આ ડીલ ઉપરાંત એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળશે.