નવી દિલ્હી : એમેઝોનની આગેવાનીમાં ભારતમાં સ્માર્ટ સ્પીકર્સની કેટેગરીમાં આ વર્ષના બીજા ત્રણ મહિનામાં 43 ટકાના રફ્તારથી આગળ વધ્યું છે. ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશનની રિપોર્ટમાં શુક્રવારે આ માહિતી આપવામાં આવી છે. આઈડીસીની વર્લ્ડવાઈડ ક્વાટરલી સ્માર્ટ હોમ ડિવાઈસ ટ્રૈકર રિપોર્ટમાં જણાવાયું કે, એમેઝોન પોતાની આ કેટેગરીમાં સ્માર્ટ સ્પીકર્સની સાથે 59 ટકા માર્કેટ ભાગીદારી સાથે સૌથી આગળ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈડીસી ઈન્ડિયાના એસોસિયેટ્સ રિસર્ચ ડાયરેક્ટર નવકેન્દ્ર સિંહેએ એક નિવેદનમાં કહ્યું કે, ભારતમાં હજી સ્માર્ટ હોમ્સનું માર્કેટ નવું છે. તેથી સ્માર્ટ સ્પીકરનો શરૂઆતી પ્રયોગ બહુ જ મર્યાદિત છે. પરંતુ હવે અમને મનોરંજન ઉપરાંત અન્ય વિભાગોમાં પણ તેનો ઉપયોગ વધારવાના ચિન્હો દેખાઈ રહ્યાં છે.



ભારતીય સ્માર્ટ હોમ ડિવાઈસ માર્કેટમાં કનેક્ટેડ લાઈટ્સ, સ્માર્ટ સ્પીકર્સ, કનેક્ટેડ થર્મોસ્ટેટ્સ, સ્માર્ટ ટીવીઝ, હોમ મોનિટરિંગ/સિક્યુરિટી પ્રોડક્ટ્સ, મીડિયા એડપ્ટરની સાથે ઘર માટે અન્ય કનેક્ટેડ ડિવાઈસ સામેલ છે. 2018ના બીજા ત્રિમાસિકમાં વર્ષ-દર-વર્ષ આધાર પર 107 ટકાની વૃદ્ધિથી નોંધાઈ છે અને કુલ 14 લાખ ડિવાઈસનું વેચાણ થયું છે. વીડિયો એન્ટરટેઈનમેન્ટ કેટેગરી, જેમાં સ્માર્ટ ટીવીઝ, સ્ટ્રીમિંગ સ્ટીક્સ અને સેટટોપ બોક્સ સામેલ છે. તેમાં પણ 81 ટકાનું વેચાણ વધ્યું છે.


ગૂગલે પણ ભારતમાં ઉતાર્યા સ્પીકર
ગૂગલે પણ હાલમાં સ્માર્ટ સ્પીકર ગૂગલ હોમ અને હોમ મિનીને ભારતમાં લોન્ચ કર્યું છે. આ બંને સ્પીકરને ગૂગલે ઓક્ટોબર, 2016માં પહેલીવાર લોન્ચ કર્યાં હતા. તો બંને સ્પીકરનું નાનકડું વર્ઝન ઓક્ટોબર 2017માં લોન્ચ કરાયું હતું. ભારતમાં આ સ્માર્ટ સ્પીકર ગૂગલ પ્લે મ્યૂઝિક, યુટ્યુબ, નેટફ્લીક્સ, સાવલ અને ગાના સપોર્ટની સાથે આવે છે.