નવી દીલ્હી: ભારતીય ગ્રાહકો માટે ભાષા સબંધી સમસ્યાઓનું સમાધાન કરવા માટે એમેઝોન ઇન્ડિયા (Amazon India)એ એમેઝોન ડોટ ઇનને હિન્દીમાં લોન્ચ કરી છે. આ લોન્ચિંગની સાથે હવે કરોડો ભારતીય એમેઝોનની સરળ અને સુવિધાજનક ઓનલાઇન સોપિંગનો આનંદ હિન્દી ભાષામાં ઉઠાવી શકે છે. ગ્રાહક હવે હિન્દીમાં પ્રોડક્ટની જાણકારી મેળવી શકે છે. ગ્રાહક ડીલ અને ડિસ્કાઉન્ટ દેખવાની સાથે જ ઓર્ડર પણ કરી શકે છે. આ શીવાય તેમના ઓર્ડરનું પેમેન્ટ કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એપ અને મોબાઇલ વેબસાઇટ પર મળશે હિન્દી ભાષાની સુવિધા
કસ્ટમર હવે તેના એકાઉન્ટ ઇન્ફોરમેશનને મેનેજ કરવાની સાથે પાતાના ઓર્ડરની હિસ્ટ્રી પણ જાણી શકે છે. લોન્ચમાં હિન્દી અનુભવ એમેઝોન એન્ડ્રોય મોબાઇલ એપ અને મોબાઇલ વેબસાઇટ પર જોવા મળશે. આ સમયે એમેઝોન ઇન્ડિયામાં કેટેગરી મેનેજમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ મનીષ તિવારીએ કહ્યું હતું કે, અમે ઇચ્છીએ છે કે એમેઝોન ડોટ ઇન પર બધા ગ્રાહકોને તેમની ઇચ્છાનુસાર બધા પ્રોડક્ટ મળી શકે. ભલેને તેઓ કોઇપણ ભાષા બોલતા હોય અને ભારતમાં ક્યાંય પણ રહેતા હોય. અમારા આ વિઝનને પૂરુ કરવાની દિશા માટે આ હિન્દી લોન્ચ એક નવું પગલું છે જે નવા 10 કરોડ ગ્રાહકોને ઓનલાઇન લાવવા માટે મદદ કરી શકે છે.



કરોડો હિન્દી ભાષી ગ્રાહકો માટે ખાસ સુવિધા
પ્રથમ વખત કોઇ ભારતીય ભાષાનો લોન્ચ કરવાની સાથે ભારતના કરોડો હિન્દીભાષી ગ્રાહકોને તેમની મનગમતી ભાષામાં ખરીદી કરવાની તક મળશે. આવનારા તહેવારોની સીઝન નવા ગ્રાહકો માટે ઓનલાઇન સોપિંગ કરવાનો એક સારો અવસર છે. હવે ગ્રાહક પ્રથમ વખત દિવાળીની ખરીદી હિન્દી ભાષામાં કરી શકશે. વધુમાં એમેઝોને કહ્યું કે, ગ્રાહકોને સર્ચનું ફિચર અંગ્રેજીમાં મળશે અને તેમને ડિલીવરી એડ્રેસ પણ અંગ્રેજીમાં લખવાનું રહશે. આગળના કેટલા મહિનાઓમાં ટીમ તેમાં અન્ય વિશેષતાઓ હિન્દીમાં એડ કરી શકે છે. જેમાં ઉત્પાદન સમીક્ષા, રેટિંગ, પ્રશ્ન અને જવાબ જેવા ફિચર્સ એડ કરી શકે છે.