નવી દિલ્હીઃ જો તમે એક સસ્તો 5G સ્માર્ટફોન ખરીદવા ઈચ્છો છો તો તમારી પાસે એક સારી તક છે. શોપિંગ વેબસાઇટ એમેઝોન ઈન્ડિયા પર સેમસંગ ગેલેક્સી M42 સ્માર્ટફોન હજારો રૂપિયાની છૂટ પર ખરીદી શકાય છે. અહીં તમને ઇન્સ્ટેન્ટ ડિસ્કાઉન્ટની સાથે નો-કોસ્ટ ઈએમઆઈ અને આકર્ષક એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. ધ્યાન આપવા જેવી વાત છે કે આ ઓફરનો ફાયદો માત્ર 31 ઓગસ્ટ સુધી લઈ શકાશે. ફોનમાં 48MP નો ક્વાડ રિયર કેમેરા અને 5,000mAh બેટરી જેવા ફીચર્સ મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung Galaxy M42 ની કિંમત અને ઓફર્સ
એમેઝોન પર સેમસંગ ગેલેક્સી એમ42 સ્માર્ટફોનનું 6GB/128GB વેરિએન્ટ  21,999 રૂપિયા અને  8GB/128GB વેરિએન્ટ 23,999 રૂપિયામાં મળી રહ્યું છે. ખાસ વાત છે કે ગ્રાહકોને HDFC બેન્ક ક્રેડિટ/ડેબિટ કાર્ડ પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સિવાય 14200 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર અને નો-કોસ્ટ ઈએમઆઈની સુવિધા પણ ઉપલબ્ધ છે. એટલે કે તમે ફોન ખરીદવા પર હજારો રૂપિયાની બચત કરી શકો છો.


આ પણ વાંચોઃ 1 મહિનો ચાલશે 199 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાન,  42GB સુધી ડેટા અને ફ્રી કોલિંગનો ફાયદો


શું છે ફોનના સ્પેસિફિકેશન્સ
આ એક 5જી સ્માર્ટફોન છે. સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી એમ42 માં 6.6 ઇંચની એચડી+ સુપર એમોલેડ ડિસ્પ્લે મળે છે. તેમાં 8 જીબી સુધીની રેમ અને 128 જીબી સુધીના સ્ટોરેજની સાથે ક્વાલકોમ સ્નેપડ્રેગન 750જી પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનના સ્ટોરેજને માઇક્રોએસટી કાર્ડ દ્વારા  1TB સુધી વધારી શકાય છે. ફોન Android 11 પર આધારિત One UI 3.1 પર ચાલે છે. ફોન બે કલર ઓપ્શન પ્રિઝ્મ ડોટ બ્લેક અને પ્રિઝ્મ ડોટ ગ્રેમાં ઉપલબ્ધ છે. 


ફોટોગ્રાફી માટે તેમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરા, 5 મેગાપિક્સલનો મેક્રો કેમેરા અને 5 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરો હાજર છે. સેલ્ફી તથા વીડિયો કોલિંગ માટે ફોનમાં 20 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોન 5000 એમએએચની બેટરી સાથે આવે છે, જે 15 વોટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે બેટરી 36 કલાકનો ટોક-ટાઇમ આપે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube