Amazon પર આ રીતે પસંદ કરો તમારી ભાષા, આ રીતે માણો પોતાની ભાષામાં શોપિંગની મજા
Amazon Language Change: Amazon એક પૉપ્યૂલર ઇ-કૉમર્સ વેબસાઇટ છે, આ ઇ-કોમર્સ વેબસાઇટથી લોકો દરરોજ ઘરે બેઠાં બેઠાં કેટલીય પ્રૉડક્ટ્સની ખરીદી ઓનલાઇન કરે છે. ભારતની સાથે સાથે અમેઝૉનની સુવિધા દુનિયાભરના કેટલાય દેશોમાં ઉપલબ્ધ છે.
નવી દિલ્લીઃ અમેઝોન એક એવું માધ્યમ છે જે દેશ અને દુનિયાભરમાં શોપિંગ માટે જાણીતું છે. અમેઝોન પરથી તમે આંગળીઓના ટેરવો દુનિયાના કોઈપણ ખૂણે બેઠાં બેઠાં શોપિંગની મજા માણી શકો છો. તમારે શોપિંગ કરવા માટે કોઈ જગ્યાએ જવાની જરૂર પડતી નથી. તમને એક જ જગ્યાએ લાખો વસ્તુઓ પસંદ કરવાની તક મળે છે. ત્યારે હવે અમેઝોન તમારા શોપિંગને વધુ સરળ બનાવવા પ્રયાસ કરી રહી છે. જેના માટે અમેઝોન તમારા માટે એક ખાસ વ્યવસ્થા લઈને આવ્યું છે. જેમાં તમે તમારે મનપસંદ ભાષા મુજબ શોપિંગ કરી શકશો.
બદલાતા સમયની સાથો-સાથ જીવન ધોરણ પણ બદલાયું છે. ફાસ્ટ લાઈફ સ્ટાઈલના કારણે લોકો પાસે હવે સમય નથી. લોકો દરેક બાબતમાં ઝડપને પ્રાધાન્ય આપી રહ્યાં છે. એવા સમયે ખરીદી માટે ઓનલાઈન શોપિંગ હવે લાઈફસ્ટાઈલનો એક ભાગ બની ગઈ છે. ત્યારે Amazon એક પૉપ્યૂલર ઇ-કૉમર્સ વેબસાઇટ છે, આ ઇ-કોમર્સ વેબસાઇટથી લોકો દરરોજ ઘરે બેઠાં બેઠાં કેટલીય પ્રૉડક્ટ્સની ખરીદી ઓનલાઇન કરે છે.
ભારતની સાથે સાથે અમેઝૉનની સુવિધા દુનિયાભરના કેટલાય દેશોમાં ઉપલબ્ધ છે. કંપની એ વાતનુ ધ્યાન રાખે છે કે, યૂઝર્સને વેબસાઇટ પર ભાષા સાથે જોડાયેલી કોઇપણ પ્રકારની સમસ્યાઓ ના આવે, અને આ જ કારણથી અમેઝૉને પોતાના પ્લેટફોર્મ પર કેટલાય દેશોની ભાષાનો સપોર્ટ સપોર્ટ સામેલ કર્યો છે. આમાં ભારતમાં સૌથી વધુ બોલાનારી ભાષા ‘હિન્દી’ પણ સામેલ છે.
Amazon App પર પોતાની ભાષા પસંદ કરવા શું કરવું?
- સૌથી પહેલા Amazon એપ ઓપન કરો.
- હવે લૉગ ઇન કરો અને બૉટમમાં આપેલી ત્રણ લાઇન વાળા મેન્યૂ પર ક્લિક કરો.
- આ પછી અહીં તમને નીચે સ્ક્રૉલ કરીને Settings પર ક્લિક કરવાનુ છે.
- સેટિંગ્સમાં તમને Country & Language નો ઓપ્શન દેખાશે, આને સિલેક્ટ કરી દો.
- હવે તમારી મનપસંદ ભાષાની પસંદગી કરીને સેવ કરી દો.
Amazon વેબસાઇટ કઈ રીતે બદલશો ભાષાઃ
- સૌથી પહેલા Amazon વેબસાઇટ ઓપન કરો.
- હવે લૉગ ઇન કરો અને સર્ચ બારની સાઇડમાં દેખાઇ રહેલા ઝંડા પર ક્લિક કરો.
- આ પછી અહીં તમને કેટલીય ભારતીય ભાષાઓનો ઓપ્શન દેખાશે, જેમાંથી તમે તમારી સગવડ પ્રમાણે ભાષાની પસંદગી કરી શકો છો. હિન્દી માટે હિન્દી પર ટેપ કરો, અને પછી Save Changes પર ક્લિક કરી દો.
આજના સમયમાં અમેઝૉન પરથી ખરીદી દરેક વર્ગના લોકો કરી રહ્યાં છે. ભારતમાં કેટલાય યૂઝર્સ એવા પણ છે, જેને અંગ્રેજી બોલવામાં કે વાંચવામાં તકલીફો પડે છે. આવા યૂઝર્સ માટે અમેઝૉન વેબસાઇટ પર હિન્દી ભાષાનો સપોર્ટ આપવામાં આવ્યો છે. તમે પણ હિન્દી ભાષામાં આ વેબસાઇટ પરથી આસાનીથી ખરીદી કરી શકો છો, જાણો હિન્દી ભાષા ચેન્જ કરવા માટે શું કરવુ પડશે. જો તમ પણ અમેઝૉન પર ઇંગ્લિશની જગ્યાએ હિન્દી કે પછી અન્ય કોઇ ભાષામાં ખરીદી કરવા માંગો છો, તો આ આર્ટિકલ તમારા માટે ખુબ કામનો છે. આજે આ સમાચારમાં અમે તમને Amazon વેબસાઇટ અને એપ બન્ને પર ભાષા બદલવાની આસાન રીત બતાવી રહ્યાં છીએ. ભાષામાં ફેરફાર કરવા માટે નીચે બતાવવામાં આવેલા સ્ટેપ્સને ફોલો કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube