નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર પોતાની ઉપસ્થિતિ માટે હંમેશા ચર્ચામાં રહેતા મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે. રાજસ્થાનમાં ઉદયપુરના પ્રિન્સ લક્ષ્યરાજ સિંહ મેવાડે મહિંદ્વાની થાર 700 (Mahindra Thar 700 ) ખરીદી તો કંપનીના ચેરમેન આનંદ મહિન્દ્રા જાતે ઉદયપુર આવ્યા હતા અને પોતાના હાથેથી પ્રિન્સને થારની ચાવી આપી હતી. Thar 700 એક લિમિટેડ એડિશન કાર છે. કંપનીએ માત્ર 700 યૂનિટનું જ પ્રોડક્શન કર્યું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કારમાં 2.5 લીટરનું સીડીઆરઇ 4 સિલેંડર એન્જીન
કંપનીએ મહિંદ્વાના 70 વર્ષ પુરા થવાની ખુશીમાં જૂનમાં તેને લિમિટેડ એડિશન તરીકે લોન્ચ કરી હતી. દરેક થાર 700 પર એક સ્પેશિયલ બૈજ લગાવવામાં આવ્યો છે, જેના પર આનંદ મહિંદ્વાના હસ્તાક્ષર છે.  9.99 લાખ રૂપિયામાં રજૂ કરવામાં આવી Thar 700 થારના અન્ય મોડલથી કંઇક અલગ છે. કારમાં 5 સ્પોકવાળા એલોય વ્હીલ, બ્લેક ફિનિશ ગ્રિલ, ફ્રંટ બંપર પર સિલ્વર ફિનિશ અને એંટી બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે. સ્પેશિયલ એડિશનમાં 2.5-લીટર સીડીઆરઇ 4 સિલેંડૅર, ટર્બોચાર્ઝ્ડ ડીઝલ એન્જીન છે. 


મહારાણા પ્રતાપના વંશજ છે લક્ષ્યરાજ સિંહ મેવાડ
થાર 700 105 bhp પાવર અને 247 Nm નો ટોર્ક જનરેટ કરે છે. એન્જીનને 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે લક્ષ્યરાજ સિંહ મેવાડ મહારાણા પ્રતાપના વંશજ છે અને તેમના ઘરે કારોના જમાવડામાં ક્લાસિક કારો, વિંટેજ કારો અને રોલ્સ રોયસ પણ સામેલ છે. હવે મહિંદ્વાની થાર 700 પણ આ કારોના બેડાની શાન વધારશે. આનંદ મહિંદ્વા અને લક્ષ્યરાજ સિંહ મેવાડે ટ્વિટર પર આ પોતાના ફોટા શેર કર્યા છે. 



ઉદયપુર મેવાડ પરિવારનો કારો પ્રત્યેનો ઉત્સાહ કોઇનાથી છુપાયેલો નથી. 2ઓ વર્ષ પહેલાં તેમણે ઉદયપુરમાં વિંટેજ કાર મ્યૂઝિયમનું ઉદઘાટન કર્યું હતું. મહિંદ્વાએ દેશમાં પહેલી ગાડી 1949 માં લોન્ચ કરી હતી. થાર 700 જમણી તરફ ફેંડરમાં 700 સ્પેશિયલ એડિશન બેજ લાગેલ છે. કારના કેબિનમાં નવા લેધરેટે સીટ કવર્સ લગાવવામાં આવ્યા છે.