High Risk Warning For Android: ભારતીય કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ એટલે CERT-Inએ કરોડો Android યુઝર્સ માટે હાઈ રિસ્ક ચેતવણી આપી છે. જે ખાસ કરીને લેટેસ્ટ Android 15 યુઝર્સ માટે છે. સરકારની સાયબર સુરક્ષા એજન્સીના અનુસાર Android ઓપરેટિંગ સિસ્ટમમાં ઘણી ખામીઓ જોવા મળી છે. તેનો ઉપયોગ કરીની હેકર્સ તમારા સ્માર્ટફોન અથવા ટેબલેટ પર હુમલો કરી શકે છે. જેનાથી સેન્સિટિવ ઈનફોર્મેશન ચોરી થઈ શકે છે. ડિવાઈસ અનસ્ટેબલ થઈ શકે છે અથવા ડિવાઈસ ક્રેશ પણ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈ રિસ્ક કેટેગરીમાં ક્યા ચિહ્નિત
CERT-Inના અહેવાલ (CIVN-2024-0349)માં આ ખામીઓને હાઈ રિસ્ક કેટેગરીમાં મૂકી છે. આ ચેતવણી માત્ર વ્યક્તિગત યુઝર્સ માટે જ નહીં પરંતુ Android ડિવાઈસ પર ડિપેન્ડ ઓર્ગેનાઈઝેશન માટે પણ ચિંતાનો વિષય છે. ચાલો પહેલા જાણીએ કે કયા Android વર્ઝનના ડિવાઈસ આનાથી પ્રભાવિત છે.


આ Android વર્ઝન વાળા ડિવાઈસ જોખમમાં
આ Android વર્ઝનમાં સરકારી એજન્સીએ ખામીઓ દર્શાવી છે
Android 12
Android 12L
Android 13
Android 14
Android 15


કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ થઈ જાય સાવધાન! આંખોમાં આવી શકે છે આ સમસ્યા


કેવી રીતે સુરક્ષિત રહેવું?
CERT-Inએ આ ખતરાથી બચવા માટે કેટલાક ઉપાયો બતાવ્યા છે.


1. પોતાના Android ડિવાઈસને અપડેટ કરો: Google અને ડિવાઈસ મેન્યુફેક્ચરર્સ (OEM) દ્વારા જાહેર સિક્યોરિટી અપડેટ ઇન્સ્ટોલ કરો. આ માટે તમારે ડિવાઈસ અપડેટ કરવા માટે Settings > System Upgrade > Check for Updates ઓપ્શન પર ક્લિક કરો.


2. માત્ર વિશ્વસનીય સોર્સથી એપ્સ ડાઉનલોડ કરો: હંમેશા Google Play Store પરથી જ એપ્સ ઈન્સ્ટોલ કરો. અનવેરીફાઈજ પ્લટફોર્મથી એપ્સ સાઈડલોન ના કરો.


3. એપ્લિકેશનની પરમિશન ચેક કરો: જેની જરૂરત ન હોય તેવી એપ્સની પરમિશન ઓફ કરી દો. મહત્ત્વની એપ્સ માટે ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) ઓન કરો.


4. ડિવાઈસ એન્ક્રિપ્શન ઓન કરો: ડિવાઈસ અને ડેટાને સુરક્ષીત રાખવા માટે ડિવાઈસ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરો.


પૂરતી ઊંઘ લેવાથી કેવી રીતે વધી જાય છે મગજની શક્તિ? વૈજ્ઞાનિકે જણાવ્યું કારણ


ગૂગલ પ્લે પ્રોટેશનનો કરો યૂઝ
જેઓ નથી જાણતા, તમને જણાવી દઈએ કે, ગૂગલ પ્લે પ્રોટેક્ટ Android ડિવાઈસને સુરક્ષિત રાખવા માટે એક અદ્ભુત ફીચર છે, જે એપ્લીકેશન ઈન્સ્ટોલ કરતા સમયે અને સમયાંતરે ડિવાઈસને સ્કેન કરીને નકલી અથવા ડેટા ચોરી કરતી એપ્લિકેશનને ઓળખ કરે છે. તેથી હંમેશા આ ફીચરને ઓન રાખો.