નવી દિલ્હીઃ કરોડો એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ માટે એક મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે અને જાણવા મળ્યું છે કે નવો ખતરો માલવેયરના સ્વરૂપમાં તેને નિશાન બનાવી રહ્યો છે. આ ચેતવણી માઇક્રોસોફ્ટની ટીમ તરફથી આપવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું કે હેકર્સ માલવેયર ઉપયોગ કરી ડિવાઇસનો કંટ્રોલ લઈ શકે છે. આ માલવેયરને લોકપ્રિય એપ્સ દ્વારા ફેલાવવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરક્ષા એલર્ટમાં જણાવવામાં આવ્યું કે નવો માલવેયરનું નામ Dirty Stream છે અને તે યૂઝરની ડિવાઇસમાં પહોંચતા બેકગ્રાઉન્ડમાં પોતાનું કામ શરૂ કરી દે છે. તેનો ઈરાદો લોકપ્રિય એપ્સ દ્વારા છુપાયને ફોનમાં ખતરો ઉભો કરવો અને પછી હેકર કે એટેકરને ડિવાઇસનું એક્સેસ આપવાનો છે. હકીકતમાં આ માલવેયર એન્ડ્રોઇડના તે ભાગમાં જોડાઈ જાય છે, જેની મદદથી એપ્સ ફાઈલ શેર કરે છે કે પછી ચેટિંગનો વિકલ્પ આપે છે. 


આ રીતે હેકરને મળી જાય છે કંટ્રોલ
Dirty Stream માલવેયર એન્ડ્રોઇડ સિસ્ટમમાં જગ્યા બનાવ્યા બાદ Content Provider સિસ્ટમને પ્રભાવિત કરે છે. અમે પહેલા જ જણાવ્યું કે આ ભાગ ચેટિંગ કે પછી ફાઇલ શેરિંગ માટે જવાબદાર હોય છે. આમ તો આ સિસ્ટમમાં કેટલાક સુરક્ષા માપદંડો છે, જેનાથી તેનો ખોટો ઉપયોગ ન કરી શકાય પરંતુ માલવેયર તેમાં ફેરફાર કરે છે. આ રીતે ફોનનો કંટ્રોલ હેકરને મળી જાય છે અને તે તમારી ડિવાઇસમાં તેની ઈચ્છાથી ફેરફાર કરી શકે છે. 


આ પણ વાંચોઃ નવી કાર ખરીદવી હોય તો થોડી રાહ જુઓ! માર્કેટમાં લોન્ચ થશે 3 દમદાર મોડલ, EV પણ સામેલ


લોકપ્રિય એપ્સમાં છુપાયેલો રહી શકે છે માલવેયર
માલવેયરની જાણકારી મેળવવી એટલા માટે મુશ્કેલ થઈ જાય છે કારણ કે તે ગૂગલ પ્લે સ્ટોર પર રહેલ કોઈ લોકપ્રિય એપ્સ દ્વારા પણ ફોનનો ભાગ બની શકે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે પ્લે સ્ટોર પર લિસ્ટેડ એવી એપ્સમાં માલવેયર સંકેત મળે છે, જેને 4 અબજથી વધુ વખત ઈન્સ્ટોલ કે ડાઉનલોડ કરવામાં આવ્યો છે. આ એપ્સના લિસ્ટમાં શાઓમીના ફાઇલ મેનેજરથી લઈને WPS Office જેવી એપ્સ પણ સામેલ છે. 


ગૂગલ તરફથી તત્કાલ આ એપ્સને નવા પેચ દ્વારા સુરક્ષિત કરી લેવામાં આવી છે પરંતુ જે યૂઝર્સના ફોનમાં જૂનું એપ વર્ઝન છે, તેને ડિલીટ કે અપડેટ કરવું જરૂરી છે. પોતાના ફોનમાં દરેક એપને અપડેટ રાખો અને લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરો. આ સિવાય ગૂગલ પ્લે સ્ટોરથી એપ્સ ડાઉનલોડ કરવામાં સમજદારી છે અને કોઈ વિશ્વાસપાત્ર એપ જ ડાઉનલોડ કરો. એપને તે પરમિશન આપો, જે તેને ચલાવવા માટે જરૂરી છે.