Apple AirPods Pro 2: Apple એ AirPods Proની નવી જનરેશનને લોન્ચ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે લેટેસ્ટ ટેકનિકવાળી H2 ચીપની સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે. તેમાં Active Noise Cancellation ની સાથે એક ટ્રાન્સપેરેન્સી મોડ પણ જોવા મળે છે. નવા એરપોર્ડસ પ્રોમાં ઓફર કરવામાં આવેલા હાઈટેક ફીચર્સ યૂઝર્સને ઘણા પસંદ પડશે, જેમાં મીડિયા પ્લેબેક માટે ટક કંટ્રોલ, સિસ્ટમથી સીધું વોલ્યૂમ એડજસ્ટમેન્ટ, લાંબી બેટરી લાઈફ, ચાર્જિંગ કેસ, સારું ફીટીંગ માટે વધારાના ઈયર ટિપ સાઈઝ અને તમામ એપલ ડિવાઈસેઝ માટે ઈન્સ્ટેન્ટ પેપરિંગ સામેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઈપણ ઉપકરણ વિના વધારી શકાય છે વોલ્યુમ 
તમને જણાવી દઈએ કે યુઝર્સ મીડિયા પ્લેબેકને કંટ્રોલ કરી શકે છે અને કોઈપણ અન્ય ઉપકરણનો ઉપયોગ કર્યા વિના વોલ્યુમ વધારી શકે છે. આ સુવિધા અન્ય કોઈપણ પ્રોડક્ટમાં આપવામાં આવતી નથી. એરપોડ્સ પ્રો પર ટચ કંટ્રોલ સાથે, સ્ટેમ પર ઉપર અથવા નીચે એક સ્વાઇપ ઈન્સ્ટેન્ટ વોલ્યૂમ એડજસ્ટ કરવા માટે કામ આવે છે. 


AirPods Pro 2માં મજબૂત Active Noise Cancellation સાથે 6 કલાકનો બેટરી બેકઅપ મળે છે, જે 1.5 કલાક વધુ છે. આ સિવાય કેસની સાથે 30 કલાકની બેટરી લાઈફ મળે છે. શ્રેષ્ઠ અનુભવ આપવા માટે Active Noise Cancellationમાં 2X કરવામાં આવ્યું છે, જેથી તમને એનવાયરમેન્ટલ નોઈજથી છૂટકારો મળશે. તમે ઘોંઘાટીયા વાતાવરણમાં પણ સંગીતનો સારી રીતે લાભ લઈ શકશો અને લોકો સાથે વાત કરી શકશો.


કંપનીએ પર્યાવરણનું રાખ્યું છે ખાસ ધ્યાન 
એરપોડ્સને 100% રિસાયકલ સામગ્રીમાંથી બનાવવામાં આવ્યું છે. વાસ્તવમાં આવું કરીને કંપની પર્યાવરણને કોઈપણ પ્રકારના નુકસાનથી બચાવવા માંગે છે. વાસ્તવમાં તેને રિસાયકલ કરેલ સામગ્રીમાંથી બનાવીને પર્યાવરણીય પ્રદૂષણને ઘટાડી શકાય છે. તેમજ ઉત્પાદનો પર વધુ નફો મેળવી શકાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube