iPhone 11 Discontinued: એપલે પોતાની લેટેસ્ટ સ્માર્ટફોન સિરીઝ, iPhone 14 Series ને ગ્લોબલી લોન્ચ કરી દીધી છે. આ સિરીઝને લઈને ખુબ ચર્ચા હતી અને દુનિયાભરમાં ફેન્સ તેના લોન્ચની રાહ જોઈ રહ્યા હતા. આ સિરીઝને ભારતમાં પણ લોન્ચ કરી દેવાઈ છે અને તેની કિંમત અને સેલની ડિટેલ્સ પણ સામે આવી છે. iPhone 14 ના લોન્ચ અંગે અનેક લોકો એક્સાઈટેડ છે. કેટલાક લોકો આ નવા સ્માર્ટફોનને ખરીદવા માંગે છે જ્યારે કેટલાક લોકો એવા પણ છે  જે તેના લોન્ચની રાહ એટલા માટે જોઈ રહ્યા હતા કે જેથી કરીને જૂના મોડલ ઓછા ભાવે ખરીદી શકે. જો તમે પણ બીજી કેટેગરીમાં આવતા હોવ તો તમને જણાવી દઈએ કે iPhone 14 ના લોન્ચ બાદ કંપનીએ એક જૂના સ્માર્ટફોન સિરીઝ મોડલના વેચાણને બંધ કરી દીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

iPhone 14 લોન્ચ થતા જ એપલે બંધ કર્યું આ ફોનનું વેચાણ
iPhone 14 ના લોન્ચ બાદ તરત જ એપલે એક જૂની આઈફોન સિરીઝના વેચાણને બંધ કરી દીધુ છે. અહીં iPhone 11 ની વાત કરીએ છીએ. જેને iPhone 14 ના લોન્ચ બાદ ડિસકન્ટીન્યૂ કરી દેવાયો છે. આ સિરીઝને 2019માં લોન્ચ કરાઈ હતી અને આ હજુ પણ iOS અપડેટ્સ માટે એલિજિબલ છે. 


જો કે અહીંથી હજું પણ ખરીદી શકાશે આઈફોન 11
અત્રે જણાવવાનું કે iPhone 11 સિરીઝને આમ તો ડિસકન્ટીન્યૂ કરી દેવાઈ છે અને તે તમે એપલની અધિકૃત વેબસાઈટ પરથી ખરીદી શકશો નહીં. પરંતુ એક જગ્યા એવી છે કે  જ્યાંથી  તમને હજુ પણ આ સિરીઝના ફોન મળી શકશે. iPhone 11 સિરીઝના અનેક મોડલ્સ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે અને જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી તે ઉપલબ્ધ રહેશે. 


iPhone 14 Price in India 
તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે iPhone 14 સિરીઝ કે જે હાલમાં જ લોન્ચ થઈ છે, iPhone 14 તમને 79,900 રૂપિયાની કિંમતે શરૂઆતમાં મળશે. તેનું વેચાણ 16 સપ્ટેમ્બર 2022થી શરૂ થશે.  iPhone 14 Plus 89,900 ની કિંમતે 7 ઓક્ટોબર 2022થી ઉપલબ્ધ થશે. iPhone 14 Proની કિંમત  1,29,900 રૂપિયા હોવાનું કહેવાય છે અને iPhone 14 Pro Max ખરીદવા માટે તમારે 1,39,900 જેટલી માતબાર રકમ ચૂકવવી પડશે. પ્રો મોડલ્સ પણ 16 સપ્ટેમ્બર 2022થી ઉપલબ્ધ કરાવવામાં આવશે. 


નવી સિરીઝના ફોનની કિંમત
આઈફોન 14 (iPhone 14) : 79,900 (128GB), 89,900 (256GB), 1,09,900 (512GB)
આઈફોન 14 પ્લસ (iPhone 14 Plus) : 89,900 (128GB), 99,900 (256GB), 1,19,90(512GB)
આઈફોન 14 પ્રો (iPhone 14 Pro): 1,29,900 (128GB), 1,39,900 (256GB), 1,59,900 (512GB), 1,79,900 (1TB)
આઈફોન 14 પ્રો મેક્સ (iPhone 14 Pro Max): 1,39,900 (128GB), 1,49,900 (256GB), 1,69,900 (512GB), 1,89,900 (1TB)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube