ન્યૂયોર્કઃ Apple iPhone 13 Event Updates: આજે એપલની ઇવેન્ટની શરૂઆત થઈ ગઈ છે. આઈફોન 13, એપલ વોચ, આઈપેડ સહિત અનેક વસ્તુઓ લોન્ચ કરવામાં આવી છે. ઇવેન્ટની શરૂઆત એક મ્યૂઝિક સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ કંપનીના સીઈઓ ટિમ કુક સ્ટેજ પર આવ્યા હતા. કંપનીએ આઈફોન 13, આઈફોન 13 પ્રો, આઈપેડ, આઈપેડ મિની અને એપલ વોચ લોન્ચ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

iPhone 13 Pro ને ગેમિંગ માટે સારો બનાવવામાં આવ્યો છે
આ વખતે કંપનીએ ગેમિંગ પર ખાસ રીતે ફોકસ રાખ્યું છે. ડિસ્પ્લેથી લઈને પ્રોસેસર સુધીમાં કંપનીએ ગેમિંગને ધ્યાનમાં રાખીને ખાસ રાખ્યું છે, જેથી સારા ગેમિંગનો અનુભવ કરી શકાય.


1000 નિટ્સની ડિસ્પ્લે બ્રાઇટનેસ
iPhone 13 Pro માં પ્રો મોશન ડિસ્પ્લે આપવામાં આવી છે, તેમાં 120Hz રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. પરંતુ પ્રો મોશન માત્ર એક નામ છે, ડિસ્પ્લે પેનલ માટે કંપનીએ ઓલેડ જ યૂઝ કર્યું છે.


આઈફોનની કિંમત



iPhone 13 Pro ની કિંમત 999 ડોલરથી શરૂ
iPhone 13 Pro ની કિંમત 1099 ડોલરથી શરૂ થાય છે. તેનું વેચાણ 24 સપ્ટેમ્બરથી શરૂ થશે. આજે ટોટલ ચાર નવા આઈફોન લોન્ચ કરવામાં આવ્યા છે. 


iPhone 13 Pro માં એક દિવસની બેટરી લાઇફ
પાછલા જનરેશનના આઇફોનના મુકાબલે આ આઇફોનમાં વધુ બેટરી બેકઅપ મળશે. કંપની પ્રમાણે  iPhone 13 Pro ને ફુલ ચાર્જ કરવાથી એક દિવસ ચલાવી શકાય છે. કેટલા પાવરની બેટરી છે તેની માહિતી કંપનીએ આપી નથી. પહેલા પણ તે જણાવવામાં આવતું નહતું. 


ફિલ્મ કેનેરાને રિપ્લેસ કરી લેશે iPhone 13 Pro?
એપલ ઇવેન્ટમાં કહેવામાં આવ્યું કે આવનારા સમયમાં ફિલ્મ મેકર્સ iPhone 13 Pro થી ફિલ્મ બનાવશે. મજાકથી હટીને, આવુ શક્ય નથી. પરંતુ નાના-નાના ફિલ્મ મેકર્સ માટે આ સારો વિકલ્પ હોઈ શકે છે.


iPhone 13 Proમાં વીડિયો માટે પ્રોફેશનલ ફીચર્સ
iPhone 13 Pro નો પ્રો ગ્રેડ વીડિયો રેકોર્ડ કરવા લાયક બનાવવામાં આવ્યો છે. 
 


iPhone 13 માં iPhone 12 થી સારો કેમેરો
મહત્વનું છે કે નવા આઇફોનમાં કેમેરો પાછલા મોડલ કરતા સારો હશે. 


iPhone 13 ના કેમેરા ફીચર્સ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube