નવી દિલ્હીઃ Apple પોતાની વાર્ષિક ઇવેન્ટમાં iPhone 11ની સાથે 10 સપ્ટેમ્બરે અપકમિંગ પ્રોડક્ટ્સ અને સેવાઓની જાહેરાત કરશે. આ ઇવેન્ટની શરૂઆત 10AM PTના કેલિફોર્નિયા, ક્યૂપર્ટિનોમાં સ્થિત સ્ટીવ જોબ્સ થિએટરમાં થશે. એપલ આ ઈવેન્ટમાં 3 નવા ફોન મોડલ્સ લોન્ચ કરી શકે છે. માહિતી પ્રમાણે   Apple iPhone 11, 11 Max/11 Pro અને 11R કંપનીના જૂના મોડલ iPhone XS, XS Max અને XRને રિપ્લેસ કરશે. અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે આ ફોનમાં સારો કેમેરો, ફાસ્ટ પ્રોસેસર અને  iOS 13 આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાછલા સપ્તાહે એપલે કેટલાક મીડિયાને આમંત્રણ મોકલ્યું હતું. આ આમંત્રણમાં એપલના લોગોને 5 જુદા-જુદા કલરમાં જોવી શકાય છે. આ સાથે પ્રથમવાર એવુથવા જઈ રહ્યું છએ કે, એપલ પોતાની આ ઇવેન્ટનું YouTube લાઇસ સ્ટ્રીમિંગ કરશે. આ પહેલા એપલની ઇવેન્ટ માત્ર  iOS ડિવાઇઝ પર જોવા મળતી હતી. આ સિવાય એપલ પોતાના ઇવેન્ટ પેજ પર પણ બી ઈવેન્ટનું લાઇવસ્ટ્રીમિંગ કરશે. જો તમારી પાસે  Apple TV છે, તો તમે Apple Events App પર પણ ઇવેન્ટને લાઇવ જોઈ શકો છો. 


આ સાથે તમને જણાવી દઈએ કે 2019ના આઈફોન આવતા પહેલા 2020ના ફોનની ડિટેઇલ બહાર આવવા લાગી છે. હાલમાં પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે 2020ના iPhonesમા ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર જોવા મળી શકે છે. વીવો ફોનમાં તો આ ફિચર સામાન્ય થઈ ગયું છે. આ જાણકારી અનુસાર 2020ના iPhonesમા યૂઝર ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ ટચ આઇડીનો અનુભવ લઈ શકશો. 


વાંચો ટેકના અન્ય ન્યૂઝ