નવી દિલ્હી: Apple આવતા મહિને iPhone 13 સિરીઝ લોન્ચ કરવા જઈ રહી છે. સમાચાર અનુસાર Apple iPhone 13 ના ચાર મોડલ લોન્ચ કરવા જઈ રહી છે જેમાં iPhone 13, iPhone 13 Mini, iPhone 13 Pro અને iPhone 13 Pro Max નો સમાવેશ થાય છે. લોન્ચિંગ પહેલા Apple iPhone 12 પર સતત ઓફર આપી રહી છે. જેઓ iPhone 12 ખરીદવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સારા સમાચાર છે. નવા ભાવ જોઈને ફેન્સ ખૂબ ખુશ છે. આવો જાણીએ આઇફોન 12 પર મળી રહેલા ડિસ્કાઉન્ટ વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળી રહ્યું છે 18 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ
IPhone 12 ની લોન્ચિંગ પ્રાઈઝ પર લગભગ 18 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એટલે કે iPhone 12 64GB પર અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમે તેને 61,900 રૂપિયામાં ખરીદી શકો છો. તમે તેને એક્સચેન્જ ઓફર અને બેંક તરફથી ડિસ્કાઉન્ટ સાથે સસ્તામાં ખરીદી શકો છો. IPhone 12 ઓફર ખરીદવા પર 3,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ આપવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો:- 2 દિવસ ચાલશે બેટરી, દમદાર ફીચર્સ સાથે Nokia C20 Plus ભારતમાં લોન્ચ, કિંમત 9 હજારથી ઓછી


ક્યાંથી ખરીદી શકો છો?
India iStore પર આ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. જો તમે HDFC બેંક અને સરળ EMI પર ખરીદી કરો છો, તો તમને 6 હજાર રૂપિયાનું કેશબેક મળશે. જો તમે જૂનો ફોન એક્સચેન્જ કરો છો, તો તમે 9 હજાર રૂપિયા સુધીની છૂટ મેળવી શકો છો. અમે તમને જણાવી દઈએ કે, એમેઝોન અને ફ્લિપકાર્ટ સેલમાં iPhone 12 Mini પર મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. લોકોએ આ ફોન ત્યાંથી માત્ર 58,900 રૂપિયામાં ખરીદ્યો હતો.


આ પણ વાંચો:- નદીમાંથી મળી આવ્યા ચાંદીના સિક્કા! લૂંટવા માટે પહોંચ્યું આખુ ગામ


આવતા મહિને લોન્ચ થશે iPhone 13
દર વર્ષની જેમ આ વર્ષે પણ એપલ iPhone ની નવી સિરીઝ 13 લોન્ચ કરવા જઈ રહી છે. IPhone 13 સિરીઝ સપ્ટેમ્બરમાં આવશે. કંપનીએ ફોન વિશે હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ ફોનને લઈને ઘણા લીક સામે આવ્યા છે, જેણે ફેન્સને એક્સાઈટેડ કર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube