નવી દિલ્લીઃ Apple પોતાના નવા સ્માર્ટફોન iPhone 13 સિરીઝને આગામી થોડા દિવસોમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ ફોનના લોન્ચની ઓફિશિયલ ડેટ જણાવી નથી. આ અંગે કેટલાક રિપોર્ટ્સ સામે આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે iPhone 13 સિરીઝમાં iPhone 13, iPhone 13 mini, iPhone 13 Pro અને iPhone 13 Pro Maxને લોન્ચ કરવામાં આવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક રિપોર્ટ મુજબ iPhone 13 સિરીઝને 17 સપ્ટેમ્બરના લોન્ચ કરવામાં આવી શકે. આ સિવાય ટિપ્સ્ટરે ચીનની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Weibo પર એવો દાવો કર્યો છે કે કંપની નેક્સ્ટ જેન AirPods 3ને 30 સપ્ટેમ્બરના લોન્ચ કરી શકે છે.


Apple મોટા ભાગે પોતાના નવા iPhonesને સપ્ટેમ્બર મહિનાના બીજા મંગળવારે લોન્ચ કરે છે. ગત વર્ષે iPhone 12 સિરીઝને 13 ઓક્ટોબરના લોન્ચ કરવામાં આવી હતી. ઘણીવાર એપલે પોતાના આઈફોન્સને બુધવારના લોન્ચ કર્યા છે. આ કારણે એગ્ઝેટ લોન્ચ ડેટને લઈ કંફર્મ ન કરી શકાય, જ્યાં સુધી કંપની તરફથી ઓફિશિયલ માહિતી સામે ન આવે. iPhone 13ના સેલની વાત કરવામાં આવે તો એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતમાં ફેસ્ટિવ સિઝન પહેલા ઓક્ટોબરમાં ફોનનું સેલ શરૂ થઈ શકે છે.


એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એપલના નવા આઈફોનમાં 120Hz ડિસ્પ્લે મળી શકે છે. આમાં 120Hz ProMotion ડિસ્પ્લે ઓલવેઝ ઓન ડિસ્પ્લે સાથે મળી શકે છે. રિપોર્ટ મુજબ ઓલવેઝ ઓન ડિસ્પ્લે માત્ર બેટરી પર્સન્ટેજ, ટાઈમ અને ઈનકમિંગ નોટિફિકેશન દર્શાવશે.