નવી દિલ્હીઃ એપલ આઈફોન 14 સ્માર્ટફોન બજેટમાં આવી ગયો છે. દશેરા સેલમાં આઈફોન 14 ખરીદવા પર ભારે છૂટ આપવામાં આવી રહ્યો છે. ફ્લિપકાર્ટ દશેરા સેલ 22 ઓક્ટોબર 2023થી શરૂ થયો છે, જે 29 ઓક્ટોબર 2023 સુધી ચાલુ રહેશે. આ સેલમાં ઘણા ગેઝેટ્સ પર મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેમાં ગેઝેટ્સ, ઇલેક્ટ્રોનિક્સ સહિત ઘણી પ્રોડક્ટ્સ સામેલ છે. જો તમે iPhone 14 ખરીદવા ઈચ્છો છો તો તમે 20000થી ઓછામાં iPhone 14 ખરીદી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિંમત અને ઓફર
ઈ-કોમર્સ પ્લેટફોર્મ તરફથી એપલ આઈફોન 14ને માત્ર 56,999 રૂપિયામાં ખરીદી શકાશે. ફોનને ફ્લિપકાર્ટ વેબસાઇટ પર 12901 રૂપિયા છૂટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. ફોનની એમઆરપી 56999 રૂપિયા છે. આ સિવાય ફોનને એસબીઆઈ, આરબીએલ બેન્ક અને કોટક બેન્ક ક્રેડિટ કાર્ડથી ખરીદવા પર 750 રૂપિયાની વધારાની છૂટ આપવામાં આવી રહી છે. તેવામાં ફોનની કિંમત ઘટી 56,249 રૂપિયા થઈ જાય છે. ફ્લિપકાર્ટ તરફથી ટ્રેડ ઇન ઓફર આપવામાં આવી રહી છે, જ્યાંથી યૂઝર્સ આઈફોન 14ને 39150 રૂપિયા એક્સચેન્જ ઓફરમાં ખરીદી શકશો. જો તમે ફુલ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ ઉઠાવો છો તો ફોનની કિંમત 17099 રૂપિયા રહી જાય છે. 


આ પણ વાંચોઃ બધુ છોડી આ બાઈક પર તૂટી પડ્યા લોકો! વેચાણમાં 458% નો બંપર ઉછાળો, વિગતો જાણો


એપલ આઈફોન 14 સ્માર્ટફોન Apple A15 Bionic ચિપસેટની સાથે આવે છે. ફોન 128GB, 256GB અને 512GB સ્ટોરેજ ઓપ્શનમાં આવે છે. ફોનમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેનો મેન કેમેરો 12 મેગાપિક્સલનો છે.આ સિવાય 12MP નો એક અન્ય કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 6.1 ઇંચની સુપર રેટીના એક્સડીઆર ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનનું પિક્ચર રેઝોલ્યૂશન 2532x1170 પિક્સલ છે. ફોન સિરેમિક શીલ્ડ પ્રોટેક્શન સાથે આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube