કેલિફોર્નિયાઃ એપલની 'હાઈ સ્પીડ ઇવેન્ટ' કેલિફોર્નિયાના ક્યૂપર્ટિનો સ્થિત એપલ હેડક્વાર્ટરમાં શરૂ થઈ ગઈ છે. ઇવેન્ટમાં કંપનીએ આઈફોન 12 સિરીઝને લોન્ચ કરી છે. કંપનીએ દાવો કર્યો કે, આઈફોન 12 મિની દુનિયાનો સૌથી પાતળો અને વજનમાં હલકો 5G સ્માર્ટફોન છે. ઇવેન્ટમાં સ્માર્ટ સ્પીકર પણ લોન્ચ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ ઇવેન્ટની શરૂઆત એકવાર ફરી કંપનીના સીઈઓ ટીમ કુકે કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોમ પોડ મિની લોન્ચ
આ સ્પીકર Intelligent assistant ફીચરથી લેસ છે. 
ઇવેન્ટની શરૂઆત હોમ પોડ મિની સ્પીકર લોન્ચ કરવાની સાથે થઈ હતી. આ એક સ્માર્ટ સ્પીકર છે જે આઈફોન સાથે કનેક્ટ થાય છે. એટલે કે તમે પોતાના આઈફોનને આ સ્પીકરની મદદથી ઓપરેટ કરી શકો છો. તેમાં ટચ કંટ્રોલ છે. સ્પીકરની સાઉન્ડ ક્વોલિટી સારી રહે તે માટે તેમાં 4 રેન્જ ડાયનામિક ડ્રાઇવર્સ, 360 સાઉન્ડ અને એપલ એસ5 ચિપ આપવામાં આવી છે. 


આ સ્પીકર Intelligent assistant ફીચરથી લેસ છે. સ્પીકર કંપનીના આસિસ્ટન્સ સિસ્ટમ સિરી પર કામ કરે છે. તે ઘરના દરેક સભ્યોના અવાજની ઓળખ કરવામાં સક્ષમ છે. આ સ્પીકરનો ઉપયોગ સ્માર્ટ હોમ તરીકે કરી શકાય છે. કંપનીએ તેને વ્હાઇટ અને ગ્રે બે કલર વેરિયન્સમાં લોન્ચ કર્યો છે. 


કિંમતઃ 99 ડોલર (આશરે 7200 રૂપિયા)
ઉપલબ્ધતાઃ પ્રી ઓર્ડર 6 નવેમ્બર, ડિલિવરી 16 નવેમ્બરથી શરૂ


આઈફઓન 12 5G લોન્ચ
પ્રથમવાર આઈફઓને 5જી મોડલમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
કંપનીએ આઈફોન 12ને લોન્ચ કરી દીધો છે. તેમાં એલ્યુમિનિયમ ફ્રેમ ફ્લેટ એઝ આપવામાં આવી છે. તેની ડિઝાઇન આઈફોન 11ની તુલનામાં વધુ સ્લિમ છે. કંનપીનું કહેવું છે કે આ આઈફઓન 11થી 11 ટકા પાતળો, 15 ટકા નાનો અને 16 ટકા હલકો છે. તેને બ્લેક, વ્હાઇટ, બ્લૂ, રેડ અને ગ્રીન એમ 5 કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 


ફોનમાં સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે સ્ક્રીન આપી છે. તેના પિક્સલ પર ઇંડ ડેનસિટી 460 ppi છે. સ્ક્રીન સેફ્ટી માટે તેના પર કોર્નિંગની નવી સેરેમિક શીલ્ડ આપવામાં આવી છે. તેનું રેઝોલ્યૂશન 
2532x1170 પિક્સલ છે. તેની સ્ક્રીન 2.8 મિલિયન કલર્સને સપોર્ટ કરે છે. આ 5જી કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. તેના માટે કંપનીએ પોતાના iOS ને પણ ઓપ્ટિમાઇઝ્ડ કર્યું છે. 


આઈફોન વિશ્વભરની 15 ટેલીકોમ કંપનીના 5જી નેટવર્કને સપોર્ટ કરશે, જેમાં ટી-મોબાઇલ, વેરિઝોન, વોડાફોન, એટીએન્ડટી, બેલ, ચાઇનામોબાઇલ જેવી કંપની સામેલ છે. ફોનમાં  A14 બાયોનિક ચિપ આપી છે. કંપનીએ હાલમાં આ ચિપનો ઉપયોગ આઈપેડ એરમાં પણ કર્યો છે. કંપનીએ દાવો કર્યો કે નેટવર્કની આઇડલ કંડીશન રહે છે ત્યારે તેની મેક્સિમમ ડાઉનલોડ સ્પીડ 4Gbps સુધી રહેશે. 


ફોનમાં 12 મેગાપિક્સલનો ડુઅલ-રિયર કેમેરો આપવામાં આવ્યો છે. તેમાં એક વાઇડ લેન્સ અને બીજો અલ્ટ્રા વાઇડ લેન્સ છે. અલ્ટ્રા વાઇડ લેન્સ 120 ડિગ્રી સુધી એરિયા કવર કરે છે. આઇફોન 11ની તુલનામાં તેની લો લાઇટ ફોટોગ્રાફી ક્વોલિટીને 27 ટકા સારી કરે છે. તેમાં નવું સ્માર્ટ HDR 3 કેમેરા ફીચર આપવામાં આવ્યું છે. 


આઈફોન 12 કિંમતઃ 799 ડોલર (આશરે 58600 રૂપિયા)
આઈફોન 12 મિની કિંમતઃ 699 ડોલર (આશરે 51300 રૂપિયા)


iPhone 12 Mini લોન્ચ
5.4 ઇંચ સ્ક્રીન સાઇઝ સાથે iPhone 12 Mini લોન્ચ કરવામાં આવ્યો છે. તેમાં  iPhone 12 જેવા ફીચર્સ અને પ્રોસેસર હશે. તેમાં પણ 5જી આપવામાં આવ્યું છે. માત્ર સ્ક્રીન સાઇઝ ઓછી છે. બીજા ફીચર્સ  iPhone 12 જેવા જ છે. આઈફોન 12 મિનીની કિંમત 699 ડોલર રાખવામાં આવી છે. 


Appleની ઇવેન્ટ પૂરી થઈ ગઈ છે. કંપનીએ iPhone 12, iPhone 12 Mini, iPhone 12 Pro, iPhone 12 Pro Max લોન્ચ કર્યાં છે. આ બધા આઈફોન 5જી મોડલ છે અને તેમાં OLED ડિસ્પ્લે અને A14 Bionic ચિપસેટ આપવામાં આવી છે. 


આઇફોન 12 મોડલ અને કિંમતો
આઇફોન 12 મીની: $699 (લગભગ 51,300 રૂપિયા)
આઇફોન 12: $ 799 (લગભગ 58,600 રૂપિયા)
આઇફોન 12 પ્રો: $ 999 (લગભગ 73300 રૂપિયા)
આઇફોન 12 પ્રો મેક્સ: $ 1099 (આશરે 80600 રૂપિયા)


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube