Apple iPad Event 2024: ઘણા લાંબા સમય પછી હવે એપલ ફાઈનલી પોતાની ઈવેન્ટ Let Looseને ઓર્ગેનાઈઝ કરવા જઈ રહ્યું છે, જે ભારતમાં આજં એટલે કે 5 મેના રોજ સાંજે 7.30 વાગ્યે લાઈવસ્ટ્રીમ કરવામાં આવશે. કંપની આ ઈવેન્ટમાં iPad અને Apple Pencil લોન્ચ કરી શકે છે. કંપનીની આ આઈપેડ સીરિઝમાં iPad Pro અને iPad Air ના નામ પણ સામેલ છે. તેની સાથે જ તેની એક્સેસરીઝને પણ અપગ્રેડ કરે તેવી આશા છે. તમને જણાવીએ કે એપલની આ ઈવેન્ટમાં શું ખાસ થવાનું છે અને તેની લાઈવ સ્ટ્રીમિંગ તમે કેવી રીતે જોઈ શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે જોઈ શકો છો લાઈવ સ્ટ્રીમિંગ?
એપલની આ ઓનલાઈન ઈવેન્ટ કંપનીની યુટ્યુબ ચેનલ અને Apple.com વેબસાઈટ પર આજે સાંજે 7:30 વાગ્યે સ્ટ્રીમ કરવામાં આવશે. આ સાથે આ ઇવેન્ટ Apple TV એપ પર પણ જોવા મળશે. Appleએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઇવેન્ટ વિશે માહિતી આપી હતી, જે એક કંપનીના આમંત્રણના રૂપમાં હતી.


કંપની દ્વારા શેર કરવામાં આવેલી આ પોસ્ટમાં એક ઈમેજ દેખાઈ રહી છે, જેમાં એપલ પેન્સિલ દેખાઈ રહી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ વર્ચ્યુઅલ ઈવેન્ટનું ફોકસ આઈપેડ હશે. આ સાથે Apple એ તેની ઇવેન્ટના દિવસ અને સમયની વિગતો પણ શેર કરી. Apple Hub દ્વારા બહાર પાડવામાં આવેલી આ તસવીરમાં લખવામાં આવ્યું છે કે 7 મેના રોજ સાંજે 7:30 વાગ્યે ઓનલાઈન ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે, જેની થીમ Let Loose રાખવામાં આવી છે.



કઈ પ્રોડક્ટ્સ લોન્ચ થવાની અપેક્ષા છે?
કંપની આ ઇવેન્ટમાં iPad Air અને iPad Pro 2024 લોન્ચ કરે તેવી અપેક્ષા છે. અહેવાલો અનુસાર આ વર્ષે આઈપેડ લાઇનઅપ માટે સૌથી મોટો અપગ્રેડ આઈપેડ પ્રો થવા જઈ રહ્યો છે, જેમાં પ્રથમ વખત OLED સ્ક્રીન જોવા મળશે.


એવા પણ સમાચાર છે કે તેના બે મોડલમાં 12.9-ઇંચ અને 11-ઇંચની OLED ડિસ્પ્લે હશે, જે અગાઉના મોડલ્સ કરતાં પાતળી હોવાની અપેક્ષા છે. 12.9 ઇંચના મોડલની જાડાઈ 20 ટકા ઘટાડી શકાય છે. સાથે નવી એપલ પેન્સિલ, એલ્યુમિનિયમ બિલ્ડ સાથેનું નવું ડિઝાઈન કરેલું મેજિક કીબોર્ડ અને મોટા ટ્રેકપેડ પણ રજૂ કરી શકાય છે.


આઈપેડ પ્રોમાં મળી શકે છે આ ફીચર્સ  
નવા આઈપેડ પ્રો વિશે એક મોટી વાત કહેવામાં આવી રહી છે કે તે M3 અથવા નવો M4 ચિપસેટ મેળવી શકે છે. તેમાં રીડીઝાઈન કરેલ રિયર કેમેરા બમ્પ પણ મળી શકે છે. સાથે, તમને મેગસેફ વાયરલેસ ચાર્જિંગ પણ મળશે. આ સિવાય Apple આ ઇવેન્ટમાં ત્રીજી GEN Apple Pencil પણ લોન્ચ કરી શકે છે, જેમાં ઘણા નવા ફીચર્સ હશે.


ફેમસ ટિપસ્ટર માર્ક ગુરમેને એપલ પેન્સિલ વિશે જણાવ્યું હતું કે નવી પેન્સિલને ઘણી ખાસ સુવિધાઓ સાથે લોન્ચ કરી શકાય છે. જ્યારે તમે તેની સાથે કામ કરો છો, ત્યારે તમે વાઇબ્રેશનનો અનુભવ મેળવી શકો છો. એપલે વર્ષ 2023માં જ પેન્સિલને અપગ્રેડ કરી હતી.