નવી દિલ્હી: અત્યારે કંઇપણ શોધવા માટે ગૂગલ સર્ચ (Google Search) કરો છો. ગૂગલનું સર્ચ એન્જીનનું સર્ચ એન્જીન આખી દુનિયામાં એટલું પોપ્યુલર થઇ ચૂક્યું છે કે હવે તે કંઇપણ વસ્તુ વિશે શોધવાનું ટૂલ બની ગયું છે. પરંતુ હવે દુનિયાભરના લોકોમાં ગૂગલ સર્ચ એન્જીનને ટક્કર આપવા માટે એપ્પલ (Apple) એ કમર કસવાનું શરૂ કરી દીધું છે. એપ્પલ પોતાના સર્ચ એન્જીન સફારી (Safari) ને દુનિયાભરમાં પોપ્યુલર કરવાની તૈયારી કરી લીધી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ડુપ્લિકેટ FAU-G ગેમ્સથી રહો સાવધાન, ભૂલથી પણ કરશો નહી ડાઉનલોડ


iOS 14 માં ડિફોલ્ટ સર્ચ ઓપ્શન બની Safari
એપ્પલએ ચૂપચાપ પોતાના  iOS 14 માં મોટા ફેરફાર કર્યા છે. ટેક સાઇટ wccftech.com ના અનુસાર એપ્પલએ પોતાના તમામ iPhones ના ઓપરેર્ટિંગ સિસ્ટમમાં ડિફોલ્ટ સર્ચમાં સફારીએ એડ કરવાનું શરૂ દીધું છે. રિપોર્ટ્સ અનુસાર ગૂગલને ટક્કર આપવા માટે એપ્પલ પોતાના સર્ચ એન્જીનને વ્યાપક બનાવવા માટે ખૂબ પૈસા લગાવી રહી છે. 


શું છે સફારી
એપ્પલ પોતાના ડેસ્કટોપ અને મોબાઇલ માટે અલગથી સર્ચ એન્જીન ચલાવે છે. આ સર્ચ એન્જીન ખાસ એપ્પલ યૂજર્સ માટે છે. પરંતુ ગૂગલની વધતી જતી આવક અને પ્રભાવને જોતાં એપ્પલે પણ પોતાનું સર્ચ એન્જીનને સામાન્ય લોકો વચ્ચે વધારવાની યોજના બનાવી છે. 
 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube