નવી દિલ્હી: ટેક દિગ્ગજ એપલ (Apple) હવે કંઈક નવું કરવા જઈ રહી છે, જેને જોઈ ફેન્સ ઝૂમી રહ્યા છે. આવનારા સમયમાં આઇફોન ઘણો એડવાન્સ અને શાનદાર થવા જઈ રહ્યો છે. આવનારા સમયમાં આઇફોનની ડીઝાઈન વિશે પહેલાથી જ જાણવા મળી ચૂક્યું છે. પરંતુ હવે એપલ કથિત રીતે નવી મેક ચિપ્સ પર કામ કરી રહ્યું છે, જે સંભવત: M2 કહેવામાં આવી શકે છે. તેને 2023 સુધીમાં માર્કેટમાં ઉતારવાની આશા છે. ધ ઇન્ફોર્મેશનના રિપોર્ટ અનુસાર આગામી પેઢીની ચિપસેટ સંભવત: M2, M2 Pro અને M2 Max માં 5NM ની અદ્યતન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2023 માં આઈફોન હશે શાનદાર
એપલ અને ચિપ સપ્લાયર TSMC થી 2023 માં આઈફોન્સ અને મેક્સમાં ઉપયોગ માટે 'ઇબીઝા', 'લોબોસ' અને 'પાલમા' કોડનેમ સાથે 3NM ચિપ્સનું પ્રોડક્શન શરૂ કરવાની આશા છે. માનવામાં આવી રહ્યું છે કે, 3NM મેક ચિપ્સ 40 CPU Core સુધી સક્ષમ છે જે M1 Pro અને M1 Max માટે ઉપયોગ કરવામાં આવતા 10-Core ડિઝાઈન પર મોટા પ્રમાણમાં અપગ્રેડ હશે.


રોહિત શર્માના કેપ્ટન બનતા જ ટીમ ઇન્ડિયામાંથી કપાશે આ 4 ખેલાડીઓનું પત્તું? કહોલીની છે નજીક


પ્રો ચિપ્સ 14 અને 16 ઇંચના મોડલમાં હશે
ચિપમાં બે ડાઈઝનો સમાવેશ થશે, જે વધુ કોરનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે અને તે હજુ પણ વર્તમાન પેઢીમાં અપગ્રેડ હશે. Apple એ તાજેતરમાં M1 Max દ્વારા સંચાલિત તમામ નવા M1 Pro અને MacBook Pro નું અનાવરણ કર્યું. મેક માટે ડિઝાઇન કરાયેલ પ્રથમ પ્રો ચિપ્સ 14 અને 16-ઇંચના મોડલમાં હશે.


આવી ગયો Samsung નો દમદાર બેટરી અને ચાર કેમેરાવાળો 5G ફોન, જાણો કિંમત અને ફીચર્સ


કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, MacBook Pro ગ્રાઉન્ડબ્રેકિંગ પ્રોસેસિંગ, ગ્રાફિક્સ અને મશીન લર્નિંગ (ML) પરફોર્મન્સ આપે છે, પછી ભલે તે બેટરી પર ચાલતું હોય કે પ્લગ ઇન હોય, સાથે સાથે અદ્ભુત બેટરી લાઇફ પણ હોય છે. નવા MacBook Pro માં અદભૂત લિક્વિડ રેટિના XDR ડિસ્પ્લે, ઉન્નત કનેક્ટિવિટી માટે પોર્ટ્સની વિશાળ શ્રેણી, 1080p ફેસટાઇમ HD કેમેરા અને નોટબુકમાં શ્રેષ્ઠ ઑડિયો સિસ્ટમ પણ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube