એપલે શરૂ કરી એક નવી પહેલ Switch to iPhone, એન્ડ્રોઈડથી આઈફોન પર સ્વિચ કરવાના જણાવ્યા ફાયદા
એપલે જણાવ્યું છે કે એન્ડ્રોઈડથી આઈફોન પર જવું ખૂબ જ સરળ છે. જ્યારે પણ તમે નવો iPhone સેટ કરો છો, ત્યારે તમને ડેટા ટ્રાન્સફર કરવાનો વિકલ્પ મળે છે, જેની મદદથી તમે તમારા એન્ડ્રોઈડ ફોનના ફોટા, વીડિયો, કોન્ટેક્ટ્સને એક ક્લિકમાં iPhone માં ટ્રાન્સફર કરી શકો છો.
નવી દિલ્હી: Apple એ Switch to iPhone નામનું નવું અભિયાન શરૂ કર્યું છે. આ કેમ્પેઈન હેઠળ કંપની લોકોને એન્ડ્રોઈડથી આઈફોનમાં જવાના ફાયદા જણાવી રહી છે. એપલે જણાવ્યું છે કે એન્ડ્રોઈડથી આઈફોન પર સ્વિચ કરવાથી ગ્રાહકોને શ્રેષ્ઠ ગોપનીયતા (Best Privacy) અને સુરક્ષા (Security) મળે છે. આ સિવાય સોફ્ટવેર અપડેટ્સ લાંબા સમય સુધી ઉપલબ્ધ રહે છે. ચાલો જાણીએ iPhone ના ઉપયોગના આઠ ફાયદાઓ વિશે, જેના વિશે એપલે પોતે જ માહિતી આપી છે.
1) iPhone પર સ્વિચ કરવું કેટલું સરળ?
એપલે જણાવ્યું છે કે એન્ડ્રોઈડથી આઈફોન પર જવું ખૂબ જ સરળ છે. જ્યારે પણ તમે નવો iPhone સેટ કરો છો, ત્યારે તમને ડેટા ટ્રાન્સફર કરવાનો વિકલ્પ મળે છે, જેની મદદથી તમે તમારા એન્ડ્રોઈડ ફોનના ફોટા, વીડિયો, કોન્ટેક્ટ્સને એક ક્લિકમાં iPhone માં ટ્રાન્સફર કરી શકો છો.
2) iOS એપ કરશે મદદ
સૌથી પહેલા તમારે તમારા એન્ડ્રોઈડ ફોન પર Move to iOS એપ ડાઉનલોડ કરવાની જરૂર છે. તમારા બધા કોન્ટેક્ટ્સ, મેસેજીસ, ફોટા, વીડિયોઝ, ઈમેઈલ એકાઉન્ટ્સ અને કેલેન્ડર ડેટાને તમારા Android ફોનમાંથી તમારા iPhone પર સ્થાળાંતરિત કરશે.
3) પ્રાઈવસી
Apple દાવો કરે છે કે તમારી અંગત માહિતી iPhone સાથે સંપૂર્ણપણે સુરક્ષિત છે. દરેક iPhone માં સુરક્ષિત ચહેરાના અથવા ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન હોય છે. આ સિવાય iPhone પર કોઈપણ એપ તમારી પરવાનગી વગર તમને ટ્રેક કરી શકતી નથી. તમારા iMessages અને FaceTime વીડિયો કૉલ્સ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે.
4) અપડેટ
iOS પર અપડેટ્સ નિયમિતપણે મળે છે. જો કોઈપણ કારણોસર બગ વિશે માહિતી પ્રાપ્ત થાય છે, તો કંપની તેને ઠીક કરવા માટે તરત જ અપડેટ જાહેર કરે છે.
5) ઉપયોગ સરળ
એપલના જણાવ્યા અનુસાર, કંપનીના એન્જિનિયર્સ આઈફોનને એવી રીતે ડિઝાઇન કરે છે કે યુઝરને ઉપયોગમાં સરળતા રહે. એરડ્રોપ જેવી સુવિધાઓ સેકન્ડમાં ફાઈલોને શેર કરવા માટે ઉપલબ્ધ છે. આ સિવાય એરપોડ અથવા એપલ વોચને પણ એક ટેપમાં કનેક્ટ કરી શકાય છે.
6) બિલ્ડ ક્વોલિટી
Appleના જણાવ્યા અનુસાર, iPhoneના નવા મોડલમાં સિરામિક શિલ્ડ છે જે અન્ય કોઈપણ સ્માર્ટફોનમાં હાજર કાચ કરતાં વધુ મજબૂત છે. તેને પાણીની અસર થશે નહીં. બધા iPhones IP68 રેટિંગ સાથે આવે છે.
7) એડવાન્સ કેમેરા
નવા iPhones એડવાન્સ કેમેરા ફીચર સાથે આવે છે. નવા આઈફોનમાં તમને વધુ સારા નાઈટ મોડથી સિનેમેટિક વીડિયો મોડ મળશે. સિનેમેટિક મોડ મુવીઝની જેમ તમારા વીડિયોમાં ડેપ્થ-ઓફ-ફીલ્ડ ઈફેક્ટ્સ ઉમેરે છે, જે ઓટોમેટિક છે.
8) દુનિયાનું સૌથી ફાસ્ટેસ્ટ પ્રોસેસર
એપલ પોતાના આઈફોનમાં પોતાના ડિઝાઇન કરેલા પ્રોસેસરનો ઉપયોગ કરે છે. iPhone 13 સિરીઝને A-15 બાયોનિક પ્રોસેસર સાથે રજૂ કરવામાં આવ્યો છે, જે ન્યુરો એન્જીન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube