ઍપલે કેમ આઇફોનને ચોખાની થેલીમાં સૂકવવાની ના પાડી, Apple ની iPhone યુઝર્સને વોર્નિંગ
Warinig for Apple iphone : ઍપલ આઇ-ફોનને ચોખાની થેલીમાં રાખી સુકવવાની ના કેમ પાડી રહ્યું છે? એપલે આઈફોન યુઝર્સને પલળેલા આઈફોન સાથે શું કરવું તેની સલાહ આપી છે
Apple warns iphone users : મોબાઈલ પલળી જાય તો મોટાભાગે લોકો તેને ડ્રાયરથી સૂકવે છે અથવા તો થોડા કલાકો માટે ચોખામાં મૂકી રાખે છે. આ જૂની ટ્રિક લોકો વર્ષોથી અજમાવે છે. પરંતું જો તમે આઈફોન યુઝર્સછ છે તો આવુ કરતા નહિ. હાલમાં જ Apple ના યુઝર્સ માટે આ અંગે કડક સૂચના બહાર પાડવામાં આવી છે. Apple યુઝર્સને જણાવાયુ છે કે, જો તમે પલાળેલા આઈફોનને સુકવવાના હેતુથી ચોખાની બેગમાં રાખો તો છો તે તમારા ડિવાઈસ માટે બહુ જ જોખમભર્યુ સાબિત થઈ શકે છે. Apple એ શું સૂચના આપી તે જોઈએ.
ચોખામાં આઈફોન ન મૂકો
Apple દ્વારા જાણાવાયું કે, જો આઈફોન સૂકવવા માટે તેને ચોખાની બેગમાં રાખવાની ભૂલ ન કરતા, તે તમારા ડિવાઈસને વધુ નુકસાન પહોંચાડી શકે છે.
iPhone ઉપયોગ કરનારાઓએ પાણીથી થતા નુકસાનથી બચવા માટે પોતાના ડિવાઈસને ચોખાની બેગમાં રાખવુ ન જોઈએ. તે તમારી iPhones ને વધુ નુકસાન પહોંચાડી શકે છે.
10 લાખ આપ નહીં તો દારૂના કેસમાં ફીટ કરી દઈશ, PSIથી કંટાળી પાટીદાર યુવાનનો આપઘાત
Apple દ્વારા આ માહિતી આપવામાં આવી છે કે, iPhones ને ચોખાની બેગમાં ન રાખતા. આવુ કરવાથી ચોખાના નાના નાના કણ તમારા આઈફોનને નુકસાન પહોંચાડી શકે છે.
આવું ન કરવાની આપી સલાહ
એપલા યુઝર્સને લિક્વીડ પદાર્થ હટાવવા માટે હેર ડ્રાયર કે કમ્પ્રેસ્ડ એર જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરવા પણ જણાવાયું છે.
કંપનીએ કનેક્ટરને પાણીમાં હોવાની સ્થિતિમાં કોટન સ્વૈબ કે પેપર ટોવલનો ઉપયોગ કરવાનો ટાળવાની સલાહ આપી.
એપલે એવો દાવો પણ કર્યો કે, તેનાથી પ્રમુખ ડિવાઈસ 20 ફીટ સુધી પાણીમાં 30 મિનિટ સુધી ડુબાડી રાખવાથી પણ કંઈ નહિ થાય.
મોદીને હરાવવાના દાવા પણ ભરૂચ બેઠક જીતવી ચૈતર વસાવા માટે પણ નથી સરળ, આ સમીકરણો નડશે
પલાળેલા આઈફોનને સૂકવવાની રીત
એપલે કહ્યું કે, તમારે iPhone ને સૂકવવા માટે કનેક્ટરની નીચેની તરફ રાખતા ડિવાઈસ પર તમારા હાથથી ધીરે ટેપ કરો.
તેનાથી તેમાં રહેલું વધારાનું પાણી બહાર નીકળી જશે. તેને બાદ તમારે ફોનને એરફ્લોવાળી સૂકી જગ્યા પર મૂકી દેવો. અને 30 મિનિટ બાદ તેને યુએસબી-સીથી ચાર્જ કરવાનું શરૂ કરવું જોઈએ.
કંપનીના જણાવ્યા અનુસાર, iPhone વ્યવસ્થિત રીતે સૂકવામાં 24 કલાકનો સમય લાગી શકે છે. યુઝર્સને ત્યાર સુધી લિક્વીડ ડિટેક્શન એલર્ટ બતાવી શકે છે. આઈફોન પલળેલો હોય તો ચાર્જ ન કરવો જોઈએ. તેને થોડા સમય બાદ ચાર્જ કરવો જોઈએ.
છાશવારે દુબઈ ઉપડી જતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર, વિઝામાં કરાયો આ મોટો ફેરફાર