નવી દિલ્હી: એપલ છેલ્લા કેટલાક વર્ષોથી ફોલ્ડેબલ આઇફોન (Apple Foldable iPhone) પર કામ કરી રહ્યું છે અને આ પ્રોજેક્ટને આગળ વધારી રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, ફોલ્ડેબલ આઇફોન આગામી કેટલાક વર્ષોમાં રજૂ કરવામાં આવી શકે છે. પ્રોજેક્ટ તેના વિકાસના તબક્કે હોવાથી તેની સાથે સંબંધિત વધુ માહિતી સામે આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરના રિપોર્ટ અનુસાર, કંપનીનો ફોલ્ડેબલ ફોન એપલ પેન્સિલને પણ સપોર્ટ કરી શકે છે. રિપોર્ટ અનુસાર આ ડિવાઈસ સ્ટાઇલ્સ સપોર્ટ સાથે આવશે. જો કે, તે સ્પષ્ટ નથી કે, આ સ્માર્ટપોન વર્તમાન આઇફોન પેન્સિલને સપોર્ટ આપશે કેન નહીં. તે સંપૂર્ણ નવા સપોર્ટ સાથે આવશે.


આ પણ વાંચો:- Mobile Recharge: હવે મોંઘા થશે મોબાઇલ રિચાર્જ પ્લાન, કંપનીઓ વધારી શકે છે ટેરિફ


ફોલ્ડેબલ આઇફોન માટે ક્લેમશેલ ડિઝાઇનને ફાઇનલ કરવામાં આવી છે. જે જોવામાં સેમસંગ ગેલેક્સી Z Flip જેવો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કંપની સેરેમિક શિલ્ડ ગ્લાસનો ઉપયોગ કરી રહી છે. જેને કેમિકલી ટ્રિટ કરી શકાય છે. તેનાથી આ ફાયદો થશે કે, આ ફોલ્ડેબલ અથવા અન ફોલ્ડેબલ કોઇપણ રીતે હેન્ડલ કરી શકાય છે.


આ પણ વાંચો:- પેટ્રોલ-ડીઝલ નહીં હવે રસ્તાઓ પર આ વાહનોનું ચાલશે રાજ


આ નવા ફોલ્ડેબલ ફોન સાથે જોડાયેલી ખાસ વાત એ છે કે, આ સેગમેન્ટના બાકી સ્માર્ટપોનથી વધારે અફોર્ડેબલ હશે. આ ડિવાસ વર્ષ 2023માં લોન્ચ થઈ શકે છે. જો કે, કંપની હાર્ડવેર અને પ્રોડક્શન સાથે જોડાયેલા ઈશ્યૂનો સામનો કરે છે. તેથી તેની લોન્ચ ડેટ આગળ પણ વધારી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube