iPhone ચાર્જ કરવામાં તમે તો નથી કરી રહ્યાં છે આ ભૂલ, કંપનીએ તમામ યૂઝર્સને આપી ગંભીર ચેતવણી
Apple એ પોતાના યૂઝર્સને ફોન ચાર્જ કરવાની સાચી રીત ગણાવી છે. કંપનીએ કહ્યું કે રાત્રે સૂવા સમયે ફોનને ચાર્જમાં લગાવી બાજુમાં ન રાખો. ફોનને તે જગ્યા પર ચાર્જિંગમાં લગાવવો જોઈએ જ્યાં વેન્ટિલેશન સારૂ હોય.
નવી દિલ્હીઃ Apple એ પોતાના યૂઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. કંપનીએ કહ્યું કે જ્યાં ફોન ચાર્જ થઈ રહ્યો છે તે જગ્યાએ સૂવુ ખુબ ખતરનાક છે. કંપનીએ લોકોને ફોનને ચાર્જ કરવાની સાચી રીત જણાવી છે અને ફોન ચાર્જ કરવા સમયે તેની સાથે સૂવુના નુકસાનની પણ માહિતી આપી છે. આવો જાણીએ કંપનીનું શું કહેવું છે.
Apple કંપનીએ કહ્યું કે રાત્રે સૂવા સમયે ફોનને ચાર્જમાં લગાવી ન રાખવો જોઈએ. તેનાથી આગ, ઈલેક્ટ્રિક શોક, ડેમેજ વગેરેનો ખતરો વધી જાય છે. આ રીતે ઘટનાઓથી બચવા માટે લોકોને ફોનને તે જગ્યા ચાર્જિંગમાં લગાવવો જોઈએ જ્યાં પર વેન્ટિલેશન સારૂ હોય.
આ કામ ન કરો
જો તમારી આદત છે કે તમે ઓછાળ કે તકિયાની નીચે રાખી ફોનને ચાર્જ કરો છો તો આ ટેવ બદલવી પડશે. તેનાથી ડિવાઇસને હીટ થવાનો ખતરો વધી જાય છે. એપ્પલે તે પણ સ્પષ્ટ કર્યું કે ડિવાઇસ, પાવર એડોપ્ટર, કે વાયરલેસ ચાર્જર પર ન સૂવો. કંપનીએ કહ્યું કે આઈફોન, પાવર એડોપ્ટર અને વાયરલેસ ચાર્જરને હંમેશા ત્યાં રાખવા જોઈએ જ્યાં વેન્ટિલેશન સારૂ હોય. કંપનીએ તે વાત પર પ્રકાશ પાડ્યો કે એપ્પલ પ્રોડક્ટ્સ માટે સસ્તા અલ્ટરનેટિવ્સનો ઉપયોગ ન કરો કારણ કે તે ફોનને ડેમેજ કરી શકે છે. સાથે યૂઝર્સને મેડ ફોર આઈફોન કેબલ્સનો ઉપયોગ કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ખિસ્સામાં પરમાણુ બોમ્બ લઈને ફરી રહ્યાં છો તમે! જાણો કેટલો ખતરનાક છે તમારો સ્માર્ટફોન
કંપનીએ કહ્યું કે આઈફોનને થર્ડ પાર્ટી કેબલ્સ અને પાવર એડપ્ટરથી ચાર્જ કરવો શક્ય છે પરંતુ જ્યારે તે પ્રોડક્ટ USB 2.0 કે ત્યારબાદના સ્ટાન્ડર્ડને પૂરુ કરે છે. એપલની ચેતવણી ચાર્જિંગ દરમિયાન સૂવા સુધી સીમિત છે. આ સિવાય તે પણ કહેવામાં આવ્યું છે કે ફોનને કોઈ લિક્વિડ કે પાણીની પાસે ચાર્જિંગમાં ન લગાવવો જોઈએ. તેનાથી ફોન ખરાબ થઈ શકે છે. ખરાબ કેબલ કે ચાર્જરનો ઉપયોગ કરવા કે ભેજને કારણે ચાર્જરમાં આગ લાગી શકે છે. માત્ર એટલું નહીં શોટ પણ લાગી શકે છે. તેનાથી નુકસાનની સંભાવના રહેલી છે. અંતમાં એપલે સલાહ આપી કે ગાઇડલાઇન્સનું પાલન કરો અને સિક્યોરિટીને પ્રાથમિકતા આપો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube