નવી દિલ્હી: એપ્પલ (Apple) ની iPhone ઇવેન્ટ ઓક્ટોબર સપ્ટેબર મહિનામાં આયોજિત કરવામાં આવે છે. આ ઇવેન્ટ પર આખી દુનિયાની નજર હોય છે. ટેક એક્સપર્ટ દ્વારા અત્યાર સુધી જે ટિપ મળી છે, તેના અનુસાર આ વર્ષે એપ્પલ ત્રણ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. iPhone 11 જેને iPhone XI પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત iPhone 11 Max અને  iPhone 11R હશે જેને iPhone XR ને સક્સેસર માનવામાં આવી રહ્યો છે. આ એક LCD વેરિએન્ટ સ્માર્ટફોન હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

iPhone XI અને iPhone 11 Max સાથે જોડાયેલ લીકના અનુસાર આ બંને સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ iPhone 11R માં ડુઅલ રિયર કેમેરા સેટઅપ કેમેરા આપવામાં આવશે. ત્રણેય સ્માર્ટફોન iOS 13 પર કામ કરશે, જેમાં ઘણા બધા ઇંપ્રૂવમેંટ્સ હશે.  


1. iOS 13 ના લીધે સિસ્ટમ-વાઇડ ડાર્ક મોડની સુવિધા હશે. 
2. હેલ્થ એપમાં MC (Menstrual cycle) ટ્રેકિંગની સુવિધા હશે.
2. ન્યૂ રિમાઇન્ડર એપ હશે. 
4. ફાઇન્ડ માય એપની સુવિધા હશે. 
5. ફોટો એપમાં ફોટો એડિટિંગ અને વીડિયો એડિટિંગના વધુ ઓપ્શન હશે. 


ટેક ટિપ અનુસાર iPhone 11 માં 6.8 ઇંચની OLED ડિસ્પ્લે હશે. iPhone XI માં 6.5 ઇંચની OLED ડિસ્પ્લે હશે, જ્યારે  iPhone 11R માં 6.1 ઇંચની LCD ડિસ્પ્લે હશે. હાલ લોન્ચિંગની તારીખને લઇને અને શું ત્રણેય સ્માર્ટફોન સાથે લોન્ચ કરશે તેને લઇને વધુ જાણકારી મળી નથી.