How to make hot water without electricity: ગરમીની સીઝન સમાપ્ત થઈ રહી છે અને હવે કૂલર, એસીની જરૂર પણ પડશે નહીં. હવે પંખાથી કામ ચાલી રહ્યું છે. પરંતુ હવે ગીઝરની જરૂર પડવાની છે. ખાસ કરીને સવારના સમયમાં ઠંડા પાણીથી સ્નાન થતું નથી, તેથી હવે લોકોના ઘરોમાં ગીઝર ચાલવા લાગ્યા છે. પરંતુ ગીઝરમાં વીજળીનો વપરાશ વધુ થાય છે. તેવામાં કેટલાક લોકો સમજી વિચારીને ગીઝર ચલાવે છે. પરંતુ ઘરમાં વધુ લોકો હોય તો લાંબા સમય સુધી ગીઝર ચાલુ રાખવું પડે છે. પરંતુ અમે આજે તમને એક વસ્તુ વિશે જણાવી જેમાં તમે વીજળી વગર 24 કલાક ગરમ પાણી મેળવી શકશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે આ કઈ રીતે થઈ શકે છે. હકીકતમાં અમે અહીં વાત કરી રહ્યાં છીએ સોલર વોટર હીટરની. Solar Water Heater ને ઘર પર લગાવી દીધુ તો લાઇટ વગર પણ તમે ગરમ પાણીનો ઉપયોગ કરી શકશો. સારી વાત છે કે વીજળીની સાથે-સાથે તમારે ગેસની પણ બચત થશે.


સોલર વોટર હીટર જેમ નામથી જ ખ્યાલ આવે છે કે તે સૂર્યના પ્રકાશથી ચાલે છે. તેમાં તેમાં સ્ટોરેજ ટેન્ક હોય છે અને સાથે તેમાં સોલર કલેક્ટર્સ પણ રહે છે. સોલર કલેક્ટર પાણીને ગરમ કરવાનું કામ કરે છે અને વોટર ટેન્ક પાણીને લાંબા સમય સુધી સ્ટોર કરવાનું કામ કરે છે. 


આ પણ વાંચોઃ મુસિબત ! આજથી Facebook અને Instagram ચલાવવા માટે ચૂકવવા પડશે રૂપિયા, જાણો કેટલા


સોલર વોટર હીટર તે માટે પણ કામ આવે છે કારણ કે તે માટે તમારે ગીઝરની જેમ દીવાલ પર તોડફોડ કરાવવી પડતી નથી. આ સિવાય તેમાં લાઈટ બીલ પણ નહીં આવે અને ગેસનો ઉપયોગ પણ કરવો પડશે નહીં. ગ્રાહક પોતાની જરૂરીયાત પ્રમાણે અલગ-અલગ કેપિસિટી સાથે તેને ખરીદી શકે છે. 


સોલર વોટર હીટર બજાર કે પછી ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી મળી જશે. અનેક મોટી કંપનીઓ પણ સોલર વોટર હીટર બનાવે છે. તમે તમારી જરૂરીયાત પ્રમાણે તેની ખરીદી કરી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube