WhatsApp પર આવી ગયું કમાલનું ફીચર, બચી જશે યૂઝર્સનો કિંમતી સમય, જાણો વિગત
WhatsApp પર એક ખાસ ફીચર આવી ગયું છે, જેનાથી યૂઝર્સ સ્ટેટસને ફેસબુકની સ્ટોરીઝ પર ડાયરેક્ટ શેર કરી શકે છે. આવો આ ફીચર વિશે જાણીએ.
નવી દિલ્હીઃ વોટ્સએપ એટલી લોકપ્રિય એપ છે કે તે લગભગ દરેકના મોબાઈલમાં ઉપલબ્ધ છે. વોટ્સએપની સાથે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પણ લોકોની ફેવરિટ એપ છે. એવા ઘણા યુઝર્સ છે જેઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પોતાની સ્ટોરી શેર કરવાનું પસંદ કરે છે. એવા ઘણા લોકો છે જેઓ WhatsApp સ્ટેટસનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. જ્યારે Facebook એ મોટી સંખ્યામાં લોકો સાથે ફોટા, સ્ટેટસ, વિડિયો શેર કરવા માટેનું એક સ્થળ છે, ત્યારે WhatsAppનો ઉપયોગ ફક્ત વન-ટૂ-વન વાતચીત માટે થાય છે, જે ફોટોઓ, લિંક્સ અને વીડિયો શેર કરવાની મંજૂરી આપે છે.
બંનેનો ઉદ્દેશ્ય યુનિક છે અને બંનેમાં એક સામાન્ય સુવિધા છે, જે તમને 24 કલાક માટે પોતાના ઓડિયન્સની સાથે ટેક્સ્ટ, ફોટો કે વીડિયો શેર કરવાની સુવિધા આપે છે, જેને વોટ્સએપ પર સ્ટેટસ અને ફેસબુક પર સ્ટોરીના રૂપમાં ઓળખવામાં આવે છે. રસપ્રદ વાત છે કે ઘણા યૂઝર્સ બંને પ્લેટફોર્મ પર એક જ કન્ટેન્ટ શેર કરી શકે છે.
વોટ્સએપે યૂઝર્સને પોતાના સ્ટેટસને ડાયરેક્ટ ફેસબુક સ્ટોરીઝ પર ઓટોમેટિકલી શેર કરવાની મંજૂરી આપી એક સરળ સોલ્યુશન પ્રદાન કરે છે.
તમારા વોટ્સએપ સ્ટેટસને ફેસબુક પર સરળતાથી શેર કરવા માટે તમારે સૌથી પહેલા તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને વોટ્સએપથી લિંક કરવું પડશે. તે
Status Privacy Settings માં ‘Share my status across my accounts’ઓપ્શનને સિલેક્ટ કરી કરી શકાય છે.
એકવાર આ ફીચર એક્ટિવેટ થયા બાદ તમારા સ્ટેટસને ઓટોમેટિક રૂપથી બંને પ્લેટફોર્મ પર એક સાથે શેર કરી શકાશે, જેનાથી બંને એપ પર અલગથી મેન્યુઅલી પોસ્ટ કરવાની જરૂરીયાત રહેશે નહીં. તમે ફેસબુક એકાઉન્ટની પુષ્ટિ કર્યા બાદ, વોટ્સએપ પર સ્ટેટસ અપડેટ ક્રિએટ કરી શકો છો અને મેસેજિંગ એપથી બહાર નિકળ્યા બાદ સીધુ પોતાની સ્ટોરી પર શેર કરવાનું સિલેક્ટ કરી શકો છો.
એન્ડ્રોયડ પર આ ફીચરનો ઉપયોગ કરવા આ સ્ટેપ્સને કરો ફોલો
1.સૌથી પહેલા WhatsApp ઓપન કરો અને Updates બટનને સિલેક્ટ કરો, પછી ‘Chats’પર જાવો.
2-તેના Status ઓપ્શનમાં જઈ My Status પર ટેપ કરો અને અપડેટ સિલેક્ટ કરો.
3-Status Update ની બાજુમાં ત્રણ ડોટ મળે છે, તેના પર ટેપ કરો.
4- Share to Facebook સિલેક્ટ કરો.
5- ‘Share Now’ પર ટેપ કરો, જેથી તમારા સ્ટેટપ અપડેટને તત્કાલ ફેસબુક સ્ટોરીઝ પર પોસ્ટ કરી શકો.