નવી દિલ્લીઃ MG Motor India એ Astor SUVની નવી ડ્રાઈવ AI(Artificial Intelligence) ટેક્નોલોજીને રજૂ કરી. બ્રિટીશ કાર નિર્માતાની આ કારનું ભારતીય રસ્તાઓ પર અનેકવાર ટેસ્ટિંગ કરાયું. MG Astor હવે કોમ્પેક્ટ SUV સેગ્મેન્ટમાં એન્ટ્રી કરી રહી છે. આ કાર કંપની Hyundai Creta અને Kia Seltos જેવી હરીફ કંપનીઓને ટક્કર આપવા તૈયાર છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જણાવી દઈએ કે Astor SUV ઈન્ટર્નલ કંબસ્શન એન્જીનના રૂપમાં રજૂ કરવામાં આવી છે. આ કંપનીની લોકપ્રિય ઈલેક્ટ્રીક કાર MG ZS EVનું પેટ્રોલ એન્જીન મોડલ હશે. આ ભારતીય બજારમાં MG મોટરનું ચોથું મોડલ છે. જો કે MG Astor પહેલી કાર હશે જેમાં જીયો IOT સોલ્યુશન દ્વારા સક્ષમ IT સિસ્ટમને રજૂ કરવામાં આવી છે. રિલાયંસ જિયો રીયલ ટાઈમ ઈન્ફોટેઈનમેન્ટ અને ટેલીમેટિક્સ માટે ઈ-સિમ અને IOT ટેક્નોલોજી પ્રદાન કરશે.

આગામી એસ્ટર દેશની સૌથી સસ્તી એમજી કાર તરીકે સ્થાન પામશે. આ ઉપરાંત, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીથી સજ્જ ભારતની સૌથી સસ્તી કાર હશે. કાર નિર્માતાએ પુષ્ટિ કરી છે કે એસયુવી CAAP પર આધારિત હશે. આ પ્લેટફોર્મ સોફ્ટવેર મશીન લર્નિંગ, બ્લોકચેન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સહિતની ટેકનોલોજીને રજૂ કરે છે.

એન્જિન અને પાવર:
MG Astor SUVમાં 1.5-લિટર 4-સિલિન્ડર માઈલ્ડ-હાઈબ્રિડ પેટ્રોલ એન્જીન મળશે. આ એન્જીન લગભગ 141 bhpનો પાવર અને 240 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન 6 સ્પીડ મેન્યુઅલ અને CVT ઓટોમેટિક સાથે આવે તેવી સંભાવના છે.

રિલાયન્સ જિયો સાથે હાથ મિલાવ્યોઃ
અગાઉ લોન્ચ થયેલી Hector SUVને 'ઇન્ટરનેટ ઇનસાઇડ' બેજિંગ મળે છે, MG Aster ને 'AI ઈનસાઈડ' બેજ મળે તેવી શક્યતા છે. ઈન-કાર કનેક્ટિવિટી વધારવા માટે, એમજીએ રીલાયન્સ જિયો સાથે હાથ મિલાવીને કારની અંદર આઈઓટી ટેકનોલોજી સાથે ઈ-સિમ મારફતે 4G કનેક્ટિવિટી સ્યુટ પૂરી પાડવા માટે રીઅલ-ટાઈમ ઈન્ફોટેનમેન્ટ તેમજ ટેલિમેટિક્સને એક્સેસ કરવા માટે મદદ કરશે.

MG વૈશ્વિક સ્તરે અનેક ઉભરતી ટેકનોલોજી ઈકોસિસ્ટમ સાથે કામ કરી રહી છે. જેમાં AI, મશીન લર્નિંગ, બ્લોકચેન અને અન્ય ઘણી તકનીકી વસ્તુઓ સામેલ છે. આ તમામ ટેકનોલોજી CAAP માટે સપોર્ટ સિસ્ટમ બનાવશે અને કારની વધતી જતી માગને પહોંચી વળવા સેવાઓ અને સબ્સ્ક્રિપ્શન્સના વિકાસ અને અમલીકરણને સક્ષમ કરશે.

ફીચર્સ:
કારમાં ઉપલબ્ધ ફીચર્સની વાત કરીએ તો તેમાં LED લેમ્પ (ફ્રન્ટ અને રિયર) અને DRLs, ડ્યુઅલ ટોન એલોય વ્હીલ્સ, રૂફ માઉન્ટેડ સ્પોઈલર, 8-ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, આઈ-સ્માર્ટ કનેક્ટ, સનરૂફ સાથે ડિજિટલ કોન્સોલ મળશે.