ઝી બ્યૂરો, અમદાવાદઃ WhatsApp જલ્દી પોતાના યુઝર્સને એક નવી સુવિધા આપવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં વ્હોટ્સેપ વેબ પર ઓડિયો અને વીડિયો કોલિંગની સુવિધા મળી રહેશે. હાલ WhatsAppના બેટા યુઝર્સને આ સુવિધા આપવામાં આવી છે. લાંબા સમય સુધી આ અપડેટ પર કામ ચાલ્યું અને હવે વ્હોટ્સેપ વેબમાં ફીચરને ઉમેરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2020માં મેસેજિંગ એપ WhatsAppમાં એટલા બધા અપડેટ્સ આવ્યા છે જેને જોઈને એમ કહી શકાય કે 2020માં વ્હોટ્સેપની કાયા પલટ થઈ ગઈ છે. લોકડાઉનમાં ગ્રુપ કોલિંગ ત્યાર પછી WhatsApp પેમેન્ટ ફીચર અને હવે WhatsApp વેબ માટે નવા ફીચર્સ આવા જઈ રહ્યાં છે. WhatsApp હવે પોતાના યુઝર્સનું કામ વધ સરળ બનાવવા માટે WhatsApp વેબમાં ઓડિયો અને વીડિયો કોલિંગની સુવિધા આપવા જઈ રહ્યું છે. જે ટૂંક સમયમાં શરૂ થશે.


WABetaInfoના અહેવાલના જણાવ્યા અનુસાર હાલ WhatsApp બીટા પરીક્ષકોને વ્હોટ્સેપ વેબ કોલિંગ કરવાની સુવિધા આપવામાં આવી છે. જે આવનારા સમયમાં તમામ યુઝર્સ માટે પણ રજૂ કરવામાં આવશે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર વોટ્સએપે કેટલાક યુઝર્સને એક પરીક્ષણના ભાગ રૂપે વોટ્સએપ વેબમાં કોલિંગની સુવિધા આપી છે. આ સુવિધા પર લાંબા સમયથી કામ ચાલતુ હતું, જે હવે તૈયાર છે. વ્હોટ્સેપ મોબાઈલની જેમ વ્હોટ્સેપ ચેટ હેડર્સમાં વોઈસ અને વીડિયો કોલનો વિકલ્પ છે. જ્યારે કોલ આવશે, ત્યારે એક નવી વિંડો WhatsApp વેબમાં પોપ અપ થશે.


WhatsApp વેબમાં વીડિયો અને ઓડિયા કોલિંગ માટે પોપ અપ મળશે. આ પોપ અપમાં કોલિંગના વિકલ્પ હશે. તેજ સમયે મોબાઈલની જેમ વ્હોટ્સેપ વેબમાં વીડિયો બંધ કરવાનો, અવાજને મ્યૂટ રાખવાનો તેમજ નકારવાનો વિકલ્પ મળી રહેશે. નવા ફીચરની ખાસ વાત એ છે કે મલ્ટી ટાસ્કિંગની જેમ વેબ કોલ દરમિયાન WhatsApp પર ચેટ પણ કરી શકાશે. જોકે મહત્વની વાત એ છે કે અત્યાર સુધી ગ્રુપ કોલિંગ અંગે કંપની તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.