કમાલ થઈ ગયો! નવી કાર છોડ આ કંપનીની જૂની ગાડીઓ પર તૂટી પડ્યા લોકો, જેનું બજેટ નહોતું તેણે પણ ખરીદી
ઓડી અપ્રૂવ્ડ પ્લસ દ્વારા ઓડી ઈન્ડિયાના પ્રી-ઓન્ડ કાર બિઝનેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઓડીએ 2023માં પોતાના પૂર્વ-માલિકીવાળા કાર વ્યવસાયમાં 62 ટકાની શાનદાર વૃદ્ધિ હાસિલ કરી છે.
નવી દિલ્હીઃ ઓડી ઈન્ડિયાએ 2012માં પ્રી-ઓન્ડ કાર બિઝનેસમાં એન્ટ્રી કરી હતી. છેલ્લા કેટલાક વર્ષમાં આ બજારમાં ખુબ પ્રગતિ થઈ છે અને તે સતત વધી રહ્યો છે. ઓડી અપ્રૂડ પ્લસ દ્વારા ઓડી ઈન્ડિયાએ પ્રી-ઓન્ડ કાર બિઝનેસમાં સતત વધારો જોવા મળ્યો છે. આ બ્રાન્ડની ઓવરઓલ બિઝનેસ સ્ટ્રેટેજીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. કંપનીએ 2021માં પોતાની માલિકીવાળા લક્ઝરી કાર શોરૂમને 7થી ડબલ કરી 14 કરી દીધા છે. કંપની વર્તમાનમાં 25 એડવાન્સ પ્રી-ઓન્ડ કાર શોરૂમ સાથે કામ કરી રહી છે, જેમાં તાજેતરમાં બેંગલુરૂ, નોઇડા અને રાયપુરમાં શરૂ કરેલા શોરૂમ સામેલ છે.
પ્રી-ઓન્ડ લક્ઝરી સેગમેન્ટમાં ગ્રોથ
ઓડીની નવી કારો સિવાય છેલ્લા 2-3 વર્ષમાં પ્રી-ઓન્ડ લક્ઝરી સેગમેન્ટમાં ગ્રોથ જોવા મળ્યો છે. ઓડીએ 2023માં પોતાની સંપૂર્ણ માલિકીવાળા કાર વ્યવસાયમાં 62 ટકાનો શાનદાર વૃદ્ધિદર હાસિલ કર્યો છે. વર્તમાનમાં દેશભરમાં ઓડી અપ્રૂવ્ડઃ પ્લસ પોર્ટલ પર 300થી વધુ કાર ઉપલબ્ધ છે.
આ પણ વાંચોઃ આ ઇલેક્ટ્રિક SUV ની જોવાઇ રહી સૌથી વધુ રાહ! લિસ્ટમાં Maruti EV પણ સામેલ
શું છે ઓડી અપ્રૂવ્ડ પ્લસ પોર્ટલ?
ડી અર્પૂવ્ડ પ્લસ પોર્ટલ તે ગ્રાહકોને સર્વિસ પ્રદાન કરે છે, જે નવી કાર ખરીદી શકતા નથી, પરંતુ લક્ઝરી કારનો અનુભવ કરવા ઈચ્છે છે. આ સંભવિત ગ્રાહકો અને બ્રાન્ડ વચ્ચે અંતર ઘટાડી રહ્યું છે. ઓડી અપ્રૂવ્ડઃ પ્લસ હેઠળ બ્રાન્ડોને બે વર્ષની વોરંટી, અનલિમિટેડ માઇલેજ, એક સર્વિસ પેકેજ અને એક નવું લક્ઝરી વાહન ખરીદવાનો એક્સપીરિયન્સ આપે છે.
300થી વધુ ટેસ્ટમાંથી પસાર થાય છે કારો
ઓડીથી પ્રી-ઓન્ડ કાર ખરીદનાર ગ્રાહકોને એક એવું વાહન મળે છે, તો 300થી વધુ મલ્ટી પોઈન્ટ ટેસ્ટવાળા મિકેનિકલ, બોડીવર્ક, ઈન્ટીરિયર અને ઈલેક્ટ્રિકલ ચેકિંગ અને ફુલી ઓન-રોડ ટેસ્ટિંગની સાથે ઘણા સ્તરની ગુણવત્તા તપાસ કરે છે. બ્રાન્ડ 24X7 રોડ સાઇટ આસિસ્ટન્ટ અને ખરીદી પહેલા વ્હીકલ હિસ્ટ્રી પ્રદાન કરે છે. આ સિવાય ગ્રાહક ઓડી અપ્રૂવ્ડઃ પ્લસ પ્રોગ્રામ દ્વારા સરળતાથી ફાઈનાન્સિંગ અને વીમોનો લાભ ઉઠાવી શકે છે.