Auto Expo 2023: ગુજરાતને ઓટોહબ બનવવાનું સપનું પણ પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનું એક છે. એના માટે તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી સતત પ્રયાસ કરતા રહે છેકે, ઓટો સેક્ટરની નામાંકિત કંપનીઓ ગુજરાતમાં પોતાના પ્લાન્ટ સ્થાપે અને અહીં કામ કરે. જેને કારણે ઈકોનોમિને પણ વેગ મળે અને લોકોને રોજગારની તક પણ ઉભી થાય છે. એજ દિશામાં હવે વધુ એક પગરણ પાંડવા માટે ગુજરાત આગળ વધી રહ્યું છે. ઓટો એક્સપોમાં જાહેરાત થઈ છેકે, ગુજરાતમાં હવે શાનદાર એક્સયુવી કારનું મેન્યુફેક્ચરીંગ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


મારુતિ સુઝુકી કંપનીએ લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તેવી કાર Maruti Suzuki Jimny 5-door SUVને ઓટો એક્સપો 2023માં લોન્ચ કરી દીધી છે. આ કંપનીની માર્કેટમાં હાજર 3 ડોર જિમ્નીનું જ એક્સટેન્ડેડ વર્ઝન છે. જેમાં 1.5 લીટરનું k15b એન્જિન આપવામાં આવ્યું છે. કંપની આ કારનું મેન્યુફેક્ચરિંગ ગુજરાતમાં સ્થિત પોતાના પ્લાન્ટમાં કરશે અને અહીંથી ભારત અને વિદેશોમાં વેચશે. કંપનીએ આ ગાડીનું બુકિંગ લેવાનું શરુ કરી દીધું છે. ડિલીવરી ટૂંક સમયમાં શરુ થવાની પણ સંભાવના છે.


આ કારનું વર્ઝન થ્રી-ડોર વર્ઝન જેવું જ છે. જેમાં એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાર પ્લે જેવી કનેક્ટિવિટી સાથે 9 ઈંચ સ્માર્ટ પ્લે પ્રો+ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને Arkamys સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ મળે છે. તેમાં રિમોટ ઓપ્શન પણ મળે છે જે વાહનની લોકેશન અને અન્ય મહત્વપૂર્ણ અપડેટ બતાવે છે. જિમ્નીમાં સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં 6 એરબેગ, બ્રેક લિમિટેડ સ્લિપ ડિફરેન્શિયલ, હિલ હોલ્ડ અસિસ્ટ સાથે esp, હિલ ડિસેન્ટ કંટ્રોસ, રિયરવ્યૂ કેમેરા અને ઈબીડી સાથે એબીએસ પણ મળે છે.


આ કારમાં 1.5 લીટર ચાર સિલિન્ડર K15C ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન મળે છે. આ એન્જિન Ertiga, xl6 અને brezzaમાં મળે છે. માઇલ્ડ હાઇબ્રિડ સિસ્ટમ સાથે આ એન્જિન 104.8 psનો પાવર અને 134.2 nmનો ટોર્ક જનરેટ કરે છે. જેમાં 5 સ્પીડ મેન્યુઅલ ગેરબોક્સ સાથે 4 સ્પીડ ટોર્ક કન્વર્ટર પણ મળે છે.


આ કારમાં 3985MMની લંબાઇ અને 1645MMની પહોળાઈ અને 1720MMની ઉંચાઇ મળે છે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 210MM છે. જિમ્નીનું એપ્રોચ 36 ડિગ્રી, રેમ્પ બ્રેક ઓવર એન્ગલ 24 ડિગ્રી અને ડિપાર્ચર એન્ગલ 50 ડિગ્રી છે. મારુતિ સુઝુકી તેને 7 કલરના ઓપ્શનમાં લાવી છે, જેમાં પાંચ મોનોટોન અને 2 ડ્યુઅલ ટોન શેડ હશે.