મારુતિ સુઝૂકી પોતાની નવી ડિઝાયર સેડાન (2024 Maruti Dzire) ને 11 નવેમ્બરના રોજ ભારતમાં લોન્ચ કરી રહી છે. મારુતિની કારો તેની સારી માઈલેજ માટે જાણીતી છે. હવે આ જે નવી કાર ચર્ચામાં છે તે કેટલી માઈલેજ આપશે તેના વિશે બધાને ઉત્સુકતા છે. નવી મારુતિ ડિઝાયર પેટ્રોલ અને સીએનજી એન્જિનમાં ઉપલબ્ધ થશે. આ બંને વર્ઝન કેટલી માઈલેજ આપશે તેની પણ કેટલીક વિગતો મીડિયા રિપોર્ટ્સ દ્વારા સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી કાર વિશે
આ નવી મારુતિ ડિઝાયર ન્યૂ જનરેશન સ્વિફ્ટની  ઝેડ સિરીઝ, 1.2 લીટર 3 સિલિન્ડર એન્જિનમાં લાવવામાં આવી રહી છે. નવી ડિઝાયરની કિંમત 6.70 લાખ રૂપિયા (એક્સ શોરૂમ)થી શરૂ થવાનું અનુમાન છે. કારને રિવીલ કરવા દરમિયાન કંપનીએ માઈલેજ અંગે પણ ખુલાસો કર્યો છે. જાણો કેટલી મળી શકે છે માઈલેજ. 


પેટ્રોલ વેરિએન્ટમાં કેટલી માઈલેજ
મારુતિ ડિઝાયરના પેટ્રોલ વેરિએન્ટ્સમાં 1.2 લીટર નેચરલી એસ્પીરેટેડ પેટ્રોલ એન્જિન મળશે જે 82 બીએચપીના મહત્તમ પાવર અને 112 એનએમનો મેક્સિમમ ટોર્ક જનરેટ કરશે. માઈલેજની વાત કરીએ તો તેના મેન્યુઅલ ગિયર બોક્સ(MT) મોડલોમાં 24.79 કિમી/ પ્રતિ લીટર અને ઓટોમેટિક ગિયરબોક્સ (AT) મોડલોમાં 25.71કિમી/ પ્રતિ લીટરની માઈલેજની વાત કરાઈ છે. 


સીએનજી વર્ઝનમાં માઈલેજ
જો સીએનજી વર્ઝનની વાત કરીએ તો તેમાં આ કાર 70 બીએચપીના મહત્તમ પાવર અને 102 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. સીએનજીમાં તેને ફક્ત મેન્યુઅલ ટ્રાન્સમિશનની સાથે લાવવામાં આવશે. કંપનીના જણાવ્યાં મુજબ એક કિલો સીએનજીમાં આ કાર 33.73 કિલોમીટરની માઈલેજ ઓફર કરશે. 


5 સ્ટાર સેફ્ટી રેટિંગ
નવી મારુતિ ડિઝાયર કંપનીની પહેલી એવી કાર બની છે જેને Global NCAP ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યા છે. આ કારે એડલ્ટ પ્રોટેક્શનમાં 5 સ્ટાર, અને ચાઈલ્ડ પ્રોટેક્શનમાં 4 સ્ટાર રેટિંગ મેળવ્યા છે. મારુતિની પહેલી એવી કાર છે જેને Global NCAP માં 5 સ્ટાર મળ્યા છે. આ મોડલમાં ડ્રાઈવર અને મુસાફરો માટે સારી સુરક્ષાનો દાવો કરાયો છે. જ્યારે સાઈડ ઈમ્પેક્ટ ટેસ્ટમાં પણ સારા પરિણામ આવ્યા છે. 


ફીચર્સ
નવી મારુતિ ડિઝાયરની ડિઝાઈન જોવા જઈએ તો તે જૂના મોડલ કરતા અલગ છે. નવી ડિઝાયરમાં એક મોટી ગ્રિલ, રેક્ટેંગ્યુલર એલઈડી હેડલાઈટ્સ, રિડિઝાઈન ફોગ લેમ્પ્સ, અને રિયરમાં વાય-શેપ્ડ એલઈડી ટેલલાઈટ્સ સાથે એક ક્રોમ સ્ટ્રિપ આપવામાં આવી છે. ગાડીના ટોપ વેરિએન્ટમાં 15 ઈંચ ડાયમંડ કટ અલોટ વ્હીલ્સ અને DRLs વાળા LED ટેલલાઈટ્સ મળે છે. આ સેડાનના વ્હીલબેસ 2450 મિમી અને ગ્રાઉન્ડ ક્લીયરન્સ 163 મિમી છે. 


ઈન્ટીરિયરમાં નવા ડ્યુલ ટોન ડેશબોર્ડ, 9 ઈંચનો ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ (Apple CarPlay/Android Auto સપોર્ટ સાથે), સેમી ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને સિંગલ પેન ઈલેક્ટ્રિક સનરૂફ જેવા ફીચર્સ સામેલ છે. આ સિવાય રિયર AC વેન્ટ્સ, રિયર સેન્ટર આર્મરેસ્ટ અને 360 ડિગ્રી કેમેરા જેવી સુવિધાઓ પણ અપાઈ છે.