Cheapest CNG SUV In India: સાવ સસ્તામાં મળે છે આ Top CNG SUV CAR
Cheapest CNG SUV In India: ભારતીય કાર માર્કેટમાં SUVનો હિસ્સો વધી રહ્યો છે. હવે જો તમે SUV ખરીદવા માંગો છો પરંતુ તેની સાથે તમે CNG SUV ખરીદવા માંગો છો, તો હાલમાં વિકલ્પો મર્યાદિત છે. અમે તમારા માટે 3 સસ્તું SUV વિશે માહિતી લાવ્યા છીએ જે CNG સાથે આવે છે.
Cheapest CNG SUV In India: હાલ દિનપ્રતિદિન પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. બીજી તરફ ભારતમાં ઈલેક્ટ્રીક વ્હીકલ આવી તો ગયા છે. પણ એમાંય ઈલેક્ટ્રીક ગાડીઓના ભાવ ભુક્કા બોલાવે એવા છે. એક ઈલેક્ટ્રીક કારની જેટલી કિંમત છે એટલાં રૂપિયામાં તો ત્રણ પેટ્રોલ કાર આવી જાય. પાંચ કે છ લાખની કારને બદલે ઈલેક્ટ્રીક કારની કિંમત 18 અને 20 લાખ રૂપિયાથી તો શરૂઆત થાય છે. હવે આટલી મોંઘી ગાડીઓ તો સામાન્ય માણસો લઈ શકે નહીં. એટલે એમાં તો પૈસાવાળાને જ ફાયદો છે.
આવી સ્થિતિમાં હવે એક માત્ર સીએનજી કાર જ છે જે લોકોને થોડી ગણી સસ્તી પડી રહી છે. ત્યારે અહીં વાત કરવામાં આવી છે એવી ગાડીઓની જેમાં તમને સ્ટાઈલ પણ મળશે, કમ્ફર્ટ પણ મળશે અને ગાડીમાં સ્પેસ પણ સારી હશે. એવું નહીં લાગે કે સાવ સસ્તી ગાડી ઉઠાવી લાવ્યાં છીએ. જાણીએ માર્કેટમાં અવેલેબલ સુપર SUV સીએનજીકાર વિશે. આ યાદીમાં કંઈક કંપની અને કયુ મોડલ સારું છે એ પણ જોઈ લઈએ.
આ છે ભારતની સૌથી સસ્તી CNG SUV:
CNG સાથે માર્કેટમાં ધૂમ મચાવી રહી છે આ સસ્તી SUV ગાડીઓઃ
ભારતીય કાર માર્કેટમાં SUVનો હિસ્સો વધી રહ્યો છે. હવે જો તમે SUV ખરીદવા માંગો છો પરંતુ તેની સાથે તમે CNG SUV ખરીદવા માંગો છો, તો હાલમાં વિકલ્પો મર્યાદિત છે. અમે તમારા માટે 3 સસ્તું SUV વિશે માહિતી લાવ્યા છીએ જે CNG સાથે આવે છે.
Tata Punch CNG
Tata Punch 5 CNG વેરિયન્ટ્સમાં આવે છે - Pure, Adventure, Adventure Rhythm, Accomplished અને Accomplished Dazzle S, જેની કિંમત અનુક્રમે 7.10 લાખ, 7.85 લાખ, 8.20 લાખ, 8.85 લાખ અને 9.68 લાખ છે. આ કિંમતો એક્સ-શોરૂમ છે.
Tata Punch CNG
પંચને 1.2-લિટર પેટ્રોલ એન્જિન મળે છે, જે CNG મોડમાં 77 PS અને 97 Nm જનરેટ કરે છે. તે CNG પર 26.99 km/kg સુધીની માઈલેજ આપે છે.
Maruti Brezza CNG
Maruti Brezza CNG 25.52km/kg ની માઈલેજ આપે છે. તેના CNG વેરિઅન્ટની કિંમત રૂ. 9.24 લાખથી રૂ. 12.15 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે. તેમાં 1.5 લીટર પેટ્રોલ એન્જિન છે.
Maruti Brezza CNG
તેનું એન્જિન CNG પર 88 PS અને 121.5 Nm આઉટપુટ આપે છે. 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ CNG વર્ઝનમાં ઉપલબ્ધ છે.
Hyundai Exter CNG
Hyundaiની micro SUV Exeter પણ CNG વિકલ્પ સાથે આવે છે. તેના CNG વેરિઅન્ટની કિંમત રૂ. 8.33 લાખથી રૂ. 9.06 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે. તેમાં 1.2-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે.
Hyundai Exter CNG
તેનું એન્જિન CNG પર 69 PS/95 Nm આઉટપુટ આપે છે. CNG વેરિઅન્ટમાં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. તે CNG પર 27.1km/kg માઈલેજ આપી શકે છે.