Honda New Bike: જાપાની ટુવ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની હોન્ડા ખૂબ જ જલદી તેનું નવું બાઇક લોન્ચ કરશે. આ માટે કંપનીએ તમામ તૈયારીઓ પણ કરી લીધી છે. આજે અમે તમને જણાવીએ કે, બાઇક ક્યારે લોન્ચ થશે અને તેની ભારતીય માર્કેટમાં શું કિંમત હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાઈકની બોલબાલા-
હોન્ડા તરફથી કન્ફર્મ કરવામાં આવ્યું છે કે, આગામી 15 માર્ચે બાઇકને ભારતીય માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ કંપની તરફથી બાઇકને 100cc સેગમેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. કંપની તરફથી આ સેગમેન્ટમાં અત્યારે કોઈપણ બાઇકની ઓફર કરવામાં આવશે નહીં.
 



 


બાઈકની ખાસિયત-
હેન્ડાનું નવું 100cc બાઇક હીરોનું 100 ccવાળા બાઇક સ્પ્લેન્ડરને ટક્કર આપશે. આ ઉપરાંત કંપનીના નવા બાઇકની HF Delux, બજાજ પ્લેટિના 100 જેવા બાઇકને પણ ટક્કર આપશે.


પાવરફૂલ એન્જિન-
હોન્ડાએ શેર કરેલાં વીડિયોમાં માત્ર બાઇક લોન્ચિંગની તારીખ જણાવી છે. આ બાઇકમાં 100ccનું એન્જિન હશે 8hpનો પાવર અને 8Nmનો ટોર્ક જનરેટ કરશે. બાઇક એક લીટર પેટ્રોલમાં લગભગ 60થી 70 કિલોમીટરની એવરેજ આપશે તેવી શક્યતા છે. બાઇકમાં 4 ગિયર હશે. આ બાઇકની કિંમત 60થી 65 હજાર રૂપિયા વચ્ચે હોઈ શકે છે.