વેગનઆર, અલ્ટો, છોડો... આ છે બેસ્ટ મિડલ ક્લાસ ફેમિલી કાર! કિંમત 6 લાખથી ઓછી, માઈલેજ-સેફ્ટી જબરદસ્ત!
car price : કારના શોખિનો માટે આ સમાચાર છે. ભારતીય બજારમાં જ્યારે તમે 5થી 6 લાખની કાર લેવા નીકળો ત્યારે તમારા મનમાં મારુતિ સુઝૂકીની કારો વધુ ધ્યાનમાં આવે. જો કે આ સેગમેન્ટમાં બીજી પણ કેટલીક કંપનીઓ છે જે સારા મોડલ્સ ઓફર કરી રહી છે. આવી જ એક કંપની છે ટાટા. ટાટા પાસે એક એવી કાર છે જે માઈલેજ અને પરફોર્મન્સમાં સારી હોવાની સાથે સાથે સેફ્ટીમાં પણ ખુબ આગળ છે.
Automobile car segment : તમારે કાર લેવાની હોય તો જરા આ ચેક કરી લેજો, આજે કાર એક સામાન્ય બની ગઈ છે. બેન્કોની લોનને કારણે હવે મીડલ ક્લાસ ફેમિલી પણ કાર લઈને ફરે છે. જો તમે પણ કાર લેવા માગો છો તો આ સમાચાર તમારા માટે છે. ભારતમાં મિડલ ક્લાસ ફેમિલી જ્યારે કાર ખરીદવા નીકળે ત્યારે શું જુઓ? ઓછા બજેટમાં એક તો વધુ માઈલેજ અને બીજુ ઓછુ મેન્ટેનન્સ. સામાન્ય રીતે આવી જરૂરિયાતો માટે મારુતિની ગાડીઓ ફીટ બેસતી હોય છે.
આવી જ એક કંપની છે ટાટા.
ભારતીય બજારમાં જ્યારે તમે 5થી 6 લાખની કાર લેવા નીકળો ત્યારે તમારા મનમાં મારુતિ સુઝૂકીની કારો વધુ ધ્યાનમાં આવે. જો કે આ સેગમેન્ટમાં બીજી પણ કેટલીક કંપનીઓ છે જે સારા મોડલ્સ ઓફર કરી રહી છે. આવી જ એક કંપની છે ટાટા. ટાટા પાસે એકએવી કાર છે જે માઈલેજ અને પરફોર્મન્સમાં સારી હોવાની સાથે સાથે સેફ્ટીમાં પણ ખુબ આગળ છે. જેથી તમારે ખાસ ધ્યાન આપવાની પણ જરૂર છે.
ટાટાની આ કાર છે કમાલની
મારુતિ અલ્ટો, એસ-પ્રેસો, સેલેરિયો અને વેગનઆર જેવી કારને જે કાર ટક્કર આપે છે તે છે ટાટાની ટિયાગો. આ કારની ખાસિયત તેના સેફ્ટી રેટિંગ પણ છે. કારણ કે બજારમાં આજકાલ ગ્રાહકોમાં સેફ કારો પ્રત્યે રસ વધ્યો છે પરંતુ બજેટ સેગમેન્ટમાં જ્યારે કાર લેવા નીકળો ત્યારે સેફ્ટીના મામલે બજેટ ગાડીઓ એટલી ટકાટક હોતી નથી. જ્યારે ટાટા ટિયાગો બજેટ સેગમેન્ટની કાર હોવા થતા સારી બિલ્ડ ક્વોલિટી સાથે આવે છે અને તેને NCAP ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર મળેલા છે. ટાટા ટિયાગો બજારમાં 5.65 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)થી શરૂ થઈને 8.90 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) સુધીના ભાવે મળે છે.
EVને DC ફાસ્ટ ચાર્જર વડે એક કલાકમાં ચાર્જ કરી શકાય
Tata Tiago EV એ ભારતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે અને તે બે બેટરી પેક વિકલ્પો સાથે ઉપલબ્ધ છે, જે 19.2 kWh અને 24 kWh છે. બંને બેટરી સાથે કારમાં મળેલી ઇલેક્ટ્રિક મોટર અનુક્રમે 60bhp અને 74bhp જનરેટ કરે છે. 19.2 kWh બેટરી પેક સિંગલ ફુલ ચાર્જ પર 250KM ઓફર કરે છે જ્યારે 24 kWh બેટરી પેક સિંગલ ફુલ ચાર્જ પર 315 કિમીની ડ્રાઇવિંગ રેન્જ ઓફર કરે છે. આ EVને DC ફાસ્ટ ચાર્જર વડે એક કલાકમાં ચાર્જ કરી શકાય છે જ્યારે સામાન્ય ચાર્જિંગમાં તેને 8.7 કલાક જેટલો સમય લાગી શકે છે. Tata Tiago EV ની કિંમત રૂ. 8.69 લાખથી રૂ. 11.99 લાખ, એક્સ-શોરૂમ સુધીની છે. તે MG કોમેટ EV, Citroen eC3 અને Tata Tigor EV ને સીધી ટક્કર આપે છે. MG Comet EV તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવી છે અને હવે તે દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર બની ગઈ છે. ( ભાવમાં ફેરફાર આવી શકે છે.)
એન્જીન સ્પેસિફિકેશન અને માઇલેજ
ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાંસમિશન (એએમટી) ટેક્નિકલી સંપૂર્ણપણે ઓટોમેટિક નથી પરંતુ તેમછતાં પણ આ કામ સંપૂર્ણપણે ઓટોમેટિક કરે છે. તેમાં ક્લચ પેડલ આપવામાં આવતા નથી. ટિયાગો સ્પેટ એએમટીથી સજ્જ થનાર પ્રથમ સીએનજી હેચબેચ બની ગઇ છે. Tiago CNG 1.2-લિટર 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન સાથે આવે છે. CNG મોડમાં તેનું આઉટપુટ 72bhp અને 95Nm છે. પેટ્રોલ મોડમાં તે 85bhp અને 113Nm આઉટપુટ આપે છે. ટાટા મોટર્સ અનુસાર, Tiago CNG AMT 28.06 km/kg ની માઈલેજ આપે છે.
કિંમત અને વેરિએન્ટ
ટાટા મોટર્સે રૂ. 7.90 લાખથી રૂ. 8.90 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી)ની કિંમતની રેંજમાં Tiago iCNG AMT લોન્ચ કરી છે. આ કિંમતોના આધારે, AMT મેન્યુઅલ વેરિઅન્ટ કરતાં માત્ર રૂ. 55,000 મોંઘું છે. Tiago iCNG AMT ત્રણ વેરિઅન્ટ - XTA, XZA+ અને XZA NRG માં ઉપલબ્ધ હશે.
ફીચર્સ
ટાટા મોટર્સે ફીચર્સના મામલે કોઇ કસર છોડી નથી. ટોપ ઓફ ધ લાઇન ટ્રિમમાં હરમનના 8 સ્પીકર મ્યૂઝિક સિસ્ટમ સાથે 7-ઇંચ ઇંફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે. તેમાં ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, સ્ટીયરિંગ માઉંટેડ કંટ્રોલ, રેન સેસિંગ વાઇપર, ફોલ્ડેબલ ઓઆરવીમ અને ઓટોમેટિક હેડલાઇટ્સ મળે છે. આ ઉપરાંત ટિયાગો iCNG AMT હાઇટ એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ સાથે ઓલ ડિજિટલ ઇંસ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને રિયર પાર્કિંગ કેમેરા પણ છે. સેફટી માટે પણ ઘણા ફીચર્સ છે, જેમાં ફ્રંટ ટ્વિન એરબેગ, EBD, ABS, કોર્નર સ્ટેબિલિટી કંટ્રોલ, ISOFIX અને તમામ સીટો માટે સીટબેલ્ટ રિમાઇન્ડર સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube