બાઈકની ટાંકીને ફૂલ રાખવાથી ફાયદા થઈ શકે છે શું તમે જાણો છો? તે તમારા બાઈકના પરફોર્મન્સને સારું બનાવી શકે છે એટલું જ નહીં પરંતુ તમારા પૈસા પણ બચાવી શકે છે. જો તમે અત્યાર સુધી 100-200 રૂપિયાનું પેટ્રોલ ભરાવીને બાઈક કે સ્કૂટર ચલાવતા હોવ તો તમારે આમ કરવાથી બચવાની જરૂર છે. આવામાં આજે અમે  તમને જણાવીશું કે ટાંકી ફૂલ રાખવાથી શું ફાયદા થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. જોરદાર માઈલેજ
જ્યારે ટાંકી ફૂલ હોય તો એન્જિનમાં ફ્યૂલનું દબાણ સ્થિર રહે છે. તેનાથી એન્જિન સારી રીતે પોતાની પૂરી તાકાતથી કામ કરે છે અને માઈલેજ સારી રહી શકે છે. અડધી કે ઓછી ટાંકી ફૂલ રહેવાથી ફ્યૂલ પંપે વધુ મહેનત કરવી પડે છે. જેનાથી માઈલેજ પર અસર પડે છે. 


2. ફ્યૂલ પંપની સુરક્ષા
ફૂલ ટાંકી હોવાથી ફ્યૂલ પંપ ઠંડો અને લુબ્રિકેટેડ રહે છે. ઓછું ઈંધણ હોય તો પંપ ગરમ રહી શકે છે અને તેની લાઈફ ઘટી શકે છે. 


3. ઓછું કન્ડેનસેશન
ખાલી ટાંકીમાં હવાના સંપર્કથી કન્ડેનસેશન (પાણીના ટીંપા) બનવાનું જોખમ રહે છે. આ પાણી ફ્યૂલ સાથે ભળીને એન્જિનના પરફોર્મન્સને બગાડી શકે છે. 


4. લાંબા અંતરની મુસાફરીમાં આરામ
ફૂલ ટાંકી હોય તો વારંવાર અટકવાની જરૂર રહેતી નથી. સમયની બચત થાય છે અને મુસાફરી વધુ સુગમ રહે છે. 


5. કિંમતમાં બચત
ફ્યૂલના ભાવ વધતા પહેલા જ તમે ટાંકીમાં પેટ્રોલ ભરાવી શકો છો. તેનાથી તમને  ભવિષ્યમા વધેલા ભાવની અસર ઓછી મહેસૂસ થશે. 


શું ધ્યાન રાખવું જોઈએ
હંમેશા ટાંકી સંપૂર્ણ રીતે ફૂલ ન કરાવવી જોઈએ. કારણ કે ગરમીના કારણે ઈંધણ ફેલાઈ શકે છે. ટાંકીને 90-95% સુધી ભરાવવું યોગ્ય રહે છે. રેગ્યુલર સર્વિસિંગથી બાઈકના પરફોર્મન્સ અને માઈલેજને જાળવી રાખો. ફૂલ ટાંકી રાખવાની યોગ્ય રીત તમારી બાઈકને લાંબા સમય સુધી ફીટ અને ફાઈન રાખી શકે છે.